- કચ્છમાં દલિત પર થયેલ હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણી કરશે આંદોલન
- દલિતો સાથે સમગ્ર ગુજરાતમાં ભેદભાવ થઈ રહ્યો છે - મેવાણી
- 1 તારીખે તમામ દલિતો તે જ મંદિરમાં પ્રવેશ કરશે
કચ્છ:અત્યારે એવું કહેવાય છે કે, દેશમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિને એકસમાન ગણવામાં આવે છે. ન કોઈ જાતિનો ભેદભાવ અને ન તો કોઈ વ્યક્તિને અન્યાય થાય છે. જો કે કચ્છમાં આજે પણ દલિત સમાજના લોકો પર હુમલો (attack on Dalits in Kutch ) થઈ રહ્યો છે. કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિત સમાજના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલો જૂની અદાવતમાં કરવામાં આવ્યો હતો. ત્યારે દલિત સમાજ અને અન્ય સમાજના લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. તો બીજી તરફ પોલિસે આરોપીઓ સામે અલગ-અલગ ફરિયાદો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કોણ ગયું હતું દર્શન કરવા
ભચાઉ તાલુકાના નેર ગામાં સ્થિત રામ મંદિરમાં થોડા દિવસ અગાઉ જ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઇ હતી, જેમાં ગોવિંદ રામજી વાઘેલા તથા તેમના પરિવારજનો દર્શન માટે ગયા હતા. તો કેટલાક સમુદાયે ખેતી કરતા દલિત પરિવાર જગાભાઈ વાઘેલાને ગામના નવા બનેલા મંદિરમાં પ્રવેશવા (temple entry by Dalits in Kutch) દેવા સામે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગામમાં વિવાદ શરૂ થયો હતો અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, તેવો આક્ષેપ દલિત સમાજના લોકો કરી રહ્યા છે.
દર્શન કરવા મુદ્દે થયેલા હુમલાથી દલિત સમાજમાં રોષ