કચ્છ/ભુજ: મિટ્ટી મેં મિલા દે ગે ભાજપનું આ સ્લોગન યથાવત છે. પછી ભૂલ તેમના કાર્યકરતાની જ કેમ ના હોય. કોઇને પણ ભાજપ સરકાર બક્ષતી નથી. તેનું ઉદાહરણ કચ્છમાં જોવા મળ્યું છે. ભાજપ ચૂંટણી સમયે ભલે જ્ઞાતિ સમિકરણ જુએ. સજામાં તો તે કોઇ સભ્યને નહીં છોડે. મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં સૂઈ જવા બદલ ભુજ નગરપાલિકા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એક કાર્યક્રમ દરમિયાન સૂઈ જવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારી જીગર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યના શહેરી વિકાસ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા શનિવારે સાંજે, ભુજના કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા કલાકો પછી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો Kutch Earthquake : ભૂકંપના બે દાયકા બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ થતાં ખુશીનો માહોલ
શું હતો કાર્યક્રમ?: 2001ના ગોજારા ભૂકંપમાં પુનર્વસનની કામગીરી કરાઇ હતી. જે તે વખતે નવી રિલોકેશન સાઈડો વિકસિત કરાઈ હતી અને લોકોને આવાસો મળ્યા, પરંતુ 22 વર્ષ સુધી સનદ મળી ન હતી. આજે 14 હજાર સનદ તૈયાર થઈ ગઈ છે. જેમાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટોકન રૂપે 20 લાભાર્થીઓને સુપ્રત કરાઈ હતી. કચ્છના 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ અને ભુજની રિલોકેશન સાઇટના 3300 લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા. આ દરમ્યાન પ્રાસંગિક ઉદબોધન આપતા મુખ્યપ્રધાનને ઉપસ્થિત પ્રભારી, સાંસદ, કચ્છ મત વિસ્તારના તમામ ભાજપના ધારાસભ્યો અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓ એક ચિત્તે સાંભળી રહ્યા હતા. આ વેળાએ ભુજ પાલિકાનો વહીવટી વિભાગ સંભાળતા જીગર પટેલ કેમેરામાં ઊંઘતા ઝડપાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. લોકોએ પણ આ મુદ્દે જાત-જાતનાં પ્રતિભાવો આપ્યા હતા.
આ પણ વાંચો Kutch Crime News : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના થયા રિમાન્ડ મંજૂર
શું બની ઘટના?:મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શનિવારે ભુજ ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરકારના વિકાસના કામો ગણાવી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર મીઠી નીંદર માની રહ્યા હતા. ભુજ પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા ઝડપાયા હતા. વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકો તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.