- ઝારખંડનો યુવક ગુજરાતની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લઈ ગયો
- યુવતીને ગિરિડીહ પોલીસે ગાંડેના ફુલજોરીમાંથી ઝડપી પાડી
- યુવતી ભાગી જવા મામલે બજરંગ દળના લોકો પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા
ઝારખંડઃ ગુજરાતમાંથી પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીને ગિરિડીહ(ઝારખંડ) પોલીસે ગાંડેના ફુલજોરીમાંથી ઝડપી પાડી છે. આ સાથે પોલીસે આરોપી યુવક મોહંમદની અટકાયત કરી હતી તેમજ હુસેનને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં યુવતીના પ્રેમી ઉપરાંત પોલીસ અન્ય બે લોકોની પણ પૂછપરછ કરી રહી છે. એસડીપીઓ અનિલ કુમાર સિંહે પણ યુવતીનું નિવેદન લીધું છે.
યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લઈ ગયો
મળતી માહિતી મુજબ, રવિવારે ગુજરાતના ગાંધીધામનો એક પરિવાર ગાંડેયા પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીના અપહરણની ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારનો આરોપ છે કે યુવકે તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ભગાડીને ગાંડેયાને લાવ્યો છે. મામલાની ગંભીરતા જોઈને ઈન્સ્પેક્ટર રત્નેશ મોહન ઠાકુરે તરત જ તપાસ શરૂ કરી હતી. જો કે રવિવારે તેને કોઈ પ્રકારની સફળતા મળી ન હતી.