કચ્છ: પર-સેવા માટે પરસેવો પાડવો એ જ સાચો તપ છે આ ઉક્તિને સાર્થક પાડતું કાર્ય કચ્છના ચારણ સમાજના યુવક દ્વારા અબોલ જીવ શ્વાનની સેવા કરીને કરવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માંડવી તાલુકાના કાઠડા ગામમાં રહેતા નવીનભાઈ ચારણ કે જે વનવિભાગમાં પોતાની ફરજ બજાવે છે અને સાથે સાથે અબોલ જીવોની સેવા પણ કરી રહ્યા છે, તેમના દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલાં શ્વાનો માટે વ્હીલચેર (Wheelchair for animals ) બનાવીને તેમને ફરીથી ચાલતા કરવામાં આવી રહ્યા છે.
વ્હીલચેર દ્વારા શ્વાનો મહિનાની અંદર સાજા
નવીનભાઈએ જણાવ્યું હતું કે, આજકાલ લોકો વાહનો તેજ ગતિએ હંકારી રહ્યા હોય વાહનોની અડફેટે પશુઓ આવી જતા ઘાયલ (animals injured in accident ) થતાં હોય છે. પરિણામે પશુઓના પાછળના બંને પગના ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. ક્યારેક ક્યારેક તો પશુઓના હાડકાં ભાંગી જતાં હોય છે, જેનાથી પશુઓ પૂરી જિંદગી લાચાર થઈ જતાં હોય છે. શિયાળામાં શ્વાનો ગાડીની નીચે આરામ કરતા હોય વાહનચાલકો પણ જોયા વગર શ્વાનો પર ગાડી ચડાવી દે છે, જેના લીધે પણ તેઓ ઈજાગ્રસ્ત થતાં હોય છે. જેથી તેઓને ચાલવામાં તકલીફ ના પડે તે માટે આવી વ્હીલચેર દ્વારા શ્વાનો મહિનાની અંદર સાજા થઈ જતાં હોય છે.
વ્હીલચેર દ્વારા ફરી ચાલતા થયા શ્વાનો
નવીનભાઈ દ્વારા બનાવવામાં આવેલ વ્હીલચેર ઘાયલ શ્વાનોને લગાડવામાં આવે છે અને ભાંગેલા હાડકાંને વ્હીલચેરના આશરાથી મૂવમેન્ટ મળે છે, અને જેથી કરીને શ્વાનો ફરીથી પહેલાની જેમ ચાલતા થઈ જાય છે. આ વ્હીલચેર બનાવવા પાછળ માત્ર 500 રૂપિયા જેટલો જ ખર્ચ થાય છે, નવીનભાઈ દ્વારા બનાવવામાં આવેલ આ વ્હીલચેરનો ફોટો વાયરલ થતાં તેમને અનેક લોકોએ આ વ્હીલચેર બનાવવા માટે કહ્યું અને નવીનભાઈએ ફ્રીમાં આવી વ્હીલચેર બનાવીને તેમને આપી છે.