ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં જળસંકટથી છૂટકારો મેળવવા જળશક્તિ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ - GUJARATI NEWS

કચ્છઃ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા જળશક્તિ અભિયાન હેઠળ દેશમાં તીવ્ર જળસંકટ વેઠતાં જિલ્લાઓમાં ગુજરાતમાંથી પસંદ કરાયેલા ચાર જિલ્લામાં કચ્છની પસંદગી કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં 1 જુલાઇ 2019થી શરૂ કરી દેવાયેલા જળશક્તિ અભિયાનની કામગીરીના નિરીક્ષણ, માર્ગદર્શન માટે ભારત સરકારના ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ડાયરેકટર પંકજ ત્યાગી એ ભુજ ખાતે તંત્રના અમલીકરણ અધિકારીઓ સાથે છેલ્લા 15 દિવસમાં થયેલ કામોની સમીક્ષા સહિત કચ્છમાં જળશક્તિ અભિયાન અંતર્ગત થનાર સમગ્ર કામગીરીના આયોજનની વિગતો મેળવી માર્ગદર્શન પુરુ પાડયુ હતું.

KTC

By

Published : Jul 16, 2019, 6:10 PM IST

ભુજની કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજીત બેઠકમાં પંકજ ત્યાગીએ ખાસ કરીને સામાજીક વનીકરણ ક્ષેત્રે વધુ કામગીરી કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી કચ્છમાં જળશક્તિ અભિયાન અંતર્ગત જળસંગ્રહ શક્તિ વધારીએ છીએ ત્યારે વરસાદ લાવતાં સામાજીક વનીકરણ અને તેમાંયે વૃક્ષોને ઉછેરવા માટે ટેન્કરથી અપાતાં પાણી સામે ડ્રીપઇરીગેશન થાય તેવું સૂચન પણ કર્યું હતું. તથા કબરાઉ ગામે સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલા ડ્રીપ ફોરેસ્ટ્રીનું કામ સારો સંદેશ આપતો હોવાનું જણાવી વન વિભાગને પણ સામાજીક વનીકરણક્ષેત્રે વધુને વધુ ડ્રીપ ઇરીગેશન પધ્ધતિનું અમલીકરણ કરવાની દિશા નિર્દેશો આપ્યાં હતા.

વધુમાં જણાવ્યુ હતુ કે જળશક્તિ અભિયાન અંતર્ગત પસંદ કરાયેલા કામોને કેવી રીતે પસંદ કરાય છે, તેના સહિતની વિગતો મેળવી જળસંગ્રહ માટેની ફીઝીબીલીટી, કેચમેન્ટ એરીયાની ચકાસણી વગેરે બાબતે પણ ભાર મૂકી અમલીકરણ અધિકારીઓને કામગીરીનું નિર્ધારણ કરી જળશક્તિ અભિયાનમાં લોકોની ભાગીદારી વધારવા ઉપર પણ ભાર મૂકયો હતો.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને સમગ્ર કચ્છ જિલ્લામાં 1 જુલાઇથી જળશક્તિ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલ કાર્યો ઉપર પ્રકાશ પાડતાં જણાવ્યુ હતુ કે. કચ્છમાં ઘાસચારા વિકાસ અને ગ્રાસ લેન્ડ ડેવલપમેન્ટ ઉપરાંત ડીસ્ટ્રીકટ મિનરલ ફંડ સહિત સોસાયટી વિસ્તારોને દત્તક લઇ કરાઇ રહેલા જળસંગ્રહના કાર્યો પણ કરવામાં આવી રહયા છે.
તથા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી અને DRDAના નિયામક એમ.કે.જોષીએ પણ ત્યાગીને કચ્છમાં વરસાદી પાણીના સંગ્રહના કાર્યો સહિત કચ્છમાં મનરેગા યોજના અંતર્ગત તાલુકાવાર કરાઇ રહેલા ચેકડેમ સહિતના કામોનો પ્રેઝન્ટેશનના માધ્યમથી ચિતાર આપ્યો હતો.

આ ઉપરાંત પાણી પૂરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર એલ.જે.ફુફલે કચ્છમાં સ્થપાનારા બે ડીસેલીનેશન પ્લાન્ટની વિગતોની સાથે જળશક્તિ અભિયાન અંતર્ગત પાણી પૂરવઠા વિભાગ અને વાસ્મોના ડી.સી.કટારિયાએ વાસ્મો દ્વારા સમગ્ર આયોજનની સાથે હાથ ધરાયેલ કાર્યોનું પ્રેઝન્ટેશન દ્વારા નિરૂપણ કર્યું હતું.તથા જિલ્લા ખેતીવાડી અધિકારી શિહોરાએ GGRC દ્વારા ખેડૂતોની તાલીમ, માઇક્રો ઇરીગેશન ક્ષેત્રે કચ્છમાં કરવામાં આવી રહેલી કામગીરી સહિત જળશક્તિ અભિયાન અંતર્ગતની કામગીરી અને નવા આયોજનથી માહિતગાર કર્યાં હતા.નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરી સાથે તળાવને ઊંડા કરવાના કામો પૂર્ણ કરાયાની વિગતો ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાતે આપી હતી.જેમાં ભારત સરકારના જોધપુર સ્થિત અધિકારી હિતેશ રામટેક, પ્રોબેશનરી આઇએએ અર્પણાબેન ગુપ્તા, સહિતના જુદાં-જુદાં વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details