કચ્છ: જખૌ નજીકના મધદરિયે (Jakhau Drug Case)થી 9 પાકિસ્તાની સાથે 280 કરોડના ઝડપાયેલાડ્રગ્સના પ્રકરણમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનીઓ (Pakistani Arrested In Kutch)ને આજે ભુજની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ મામલે સ્પેશિયલ NDPS કોર્ટે (Special NDPS Court Kutch) 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જખૌના દરિયામાંથી ATS અને કોસ્ટગાર્ડની ટીમે 9 પાકિસ્તાની ખલાસી સાથે બોટને 56 કિલો ડ્રગ્સના જથ્થા (Drugs In Kutch) સાથે પકડી પાડી હતી.
14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી-ઘૂસણખોરોને ઝડપી લેવા દરિયામાં ચેતવણી સૂચક ફાયરિંગ પણ કરવામાં આવી હતી. મંગળવાર રાત સુધી જખૌ (jakhau port gujarat) ખાતે ખલાસીઓનું મેડિકલ પરીક્ષણ તેમજ પંચનામા સહિતની કાગળોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે બુધવારે સવારે તમામપાકિસ્તાની ખલાસીઓને ભુજ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. NDPS કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને રિમાન્ડ મેળવ્યા બાદ ઇન્ટ્રોગેશન માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા છે.
ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેંક્યો- ગુજરાત ATS નાયબ પોલીસ અધિક્ષક (Gujarat ATS Deputy Superintendent of Police) ભાવેશ રોજીયાને ઇનપુટ મળ્યા હતા અને બંને સુરક્ષા એજન્સીઓની ટીમ ICG જહાજમાં ઇનપુટવાળી જગ્યાએ પહોંચી ગયા હતા. દરમિયાન ભારતીય સમુદ્રી સીમાની અંદર અંદાજે 5 નોટિકલ માઇલના અંતરે અલહજ બોટ આવતા તેને કોસ્ટગાર્ડની શીપથી આંતરવાની કોશશ કરવામાં આવી હતી. પાકિસ્તાનીઓએ બોટમાં રહેલા કોથળા જેવી કેટલીક બેગો દરિયામાં પણ ફેંકી હતી, તે તરતી હાલતમાં પકડી પડાઇ હતી. તેમજ બોટમાં સર્ચ કરતા 9 પાકિસ્તાની ઘુસણખોરોના કબજામાંથી ડ્રગ્સ (Drugs Smuggling From Pakistan)ના 56 પેકેટ જેની કિંમત 280 કરોડ રૂપિયા છે તે મળી આવ્યા હતા.
આ પણ વાંચો:Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર
કરાચીથી મુસ્તફા નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો-બોટમાંથી ગુલામ ઉમર મિઠી કચ્છી, અકબરઅલી ઇશા કચ્છી, વસીમ ઓસમાણગની મનત, મોહમ્મદ અનવર મો.ઓસમાણ તોબાટીયા, આબીદ સીધીક કાલીયા, મુસા ઉમર દાંઢી, સાહિદ ઉમર હારુન, અહેમઅલી ગુલમહોમ્મદ છેર, સહેજાદ ફકીર મહોમ્મદ (રહે. તમામ કરાચી)વાળાને ભુજ કોર્ટ ખાતે 14 દિવસના રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં કરાચીથી મુસ્તફા નામના માફિયાએ ડ્રગ્સ (Drugs In Gujarat)નો આ જથ્થો લોડ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે.
કાલી અને મહોમ્મદ કોડવર્ડ-રિમાન્ડ મળ્યા બાદ તમામને અમદાવાદ ઇન્ટ્રોગેશન માટે લઇ જવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન ખલાસીઓની પૂછપરછ કરવામાં આવશે જેથી જથ્થો કોને અને કયા કોડવર્ડથી આપવાનો છે તે રિમાન્ડ દરમિયાન બહાર આવશે. કચ્છના સાગરકાંઠે અવારનવાર કેફી દ્રવ્યો ઝડપાતા હાલ આ મુદ્દો ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન તપાસનીસ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાલી અને મહોમ્મદ કોડવર્ડ દ્વારા ભારતમાં આ ડ્રગ્સનો જથ્થો સોંપવામાં આવવાનો હતો.
આ પણ વાંચો:Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ અંગે સૌપ્રથમ ગુજરાત ATSને મળ્યા ઈનપુટ
ડ્રગ્સ હાથોહાથ આપવાના હતા-પકડાયેલા 9 આરોપીઓમાંથી મહોમ્મદ નામના આરોપીને ભારત (Drugs Smuggling In India) તરફથી આવતા કાલી નામની એક વ્યક્તિને આ ડ્રગ્સનો જથ્થો આપવાનો હતો. આ માટે તેઓ મહોમ્મદ કોલિંગ કાલી જેવા કોડવર્ડનો પ્રયોગ કરી ડ્રગ્સ હાથોહાથ આપવાના હતા. તો ભારત તરફથી આ માલ મેળવનારા કાલીની તપાસ ATSએ શરૂ કરી છે. પાકિસ્તાનના કરાચી બંદરથી ડ્રગ્સ લઈને આવેલા આ શખ્સો કચ્છના માર્ગે માલ લાવીને આ ડ્રગ્સ ઉત્તર ભારતમાં સપ્લાય કરવાના હતા.
પાકિસ્તાની બોટ પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો-એજન્સીઓએ જોઈને આરોપીઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં નાખવાનો અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 3 જેટલા પાકિસ્તાની ઘવાયા હતા. તે પૈકી 2 રિકવર થઈ ગયા છે અને અન્ય એક સારવાર તળે હોવાથી કુલ 8 માછીમારોને આજે ભુજની NDPS કોર્ટમાં 14 દિવસના રીમાન્ડની માંગ સાથે ATS દ્વારા રજૂ કરવામાં આવતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓને અમદાવાદ ATS કચેરીએ લઈ જઈ ડ્રગ્સ મોકલનારા મુસ્તફાના નેટવર્ક સહિત સ્થાનિક માલની ડિલિવરી લેવા આવનારા શખ્સનું નામ શોધવામાં આવશે.