એક જ પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે, રેકોર્ડ બ્રેક કચ્છ : ભુજ સહિત કચ્છના ઈતિહાસમાં જૈનોની સાથે અન્ય સમાજોને પણ ગૌરવ અપાવે એવી ઐતિહાસિક દીક્ષા પ્રદાન મહોત્સવની ઘટના ભુજમાં ઘટવા જઈ રહી છે. ગુરુવારે અજરામર સંપ્રદાયના છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડ બે ચોવીસી જૈન સમાજમાં એક જ પરિવારના ચાર સભ્ય સંયમ માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે, જેને લઇને સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :જાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે
ઉત્સવ ઉજવાશે :છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ધીરજ દોશીએ જણાવ્યું હતું કે, ઉજ્જવળ ગુરુણી મૈયાના આશીર્વાદથી ભુજના મુમુક્ષુ પિયુષ કાંતિલાલ મહેતા તેમના પત્ની પૂર્વીબેન, પુત્ર મેઘકુમાર અને ભાણેજ ક્રિશકુમાર નિકુંજ મહેતાના ભાગવતી દીક્ષા અંગીકાર કરવાના છે. 7થી 9 ફેબ્રઆરી દરમિયાન ભુજના ટીન સીટી ગ્રાઉન્ડ ખાતે આ ઉત્સવ ઊજવાશે.
Jain Diksha in Kutchh: એક જ પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે, રેકોર્ડ બ્રેક અત્યાર સુધી 19 જેટલી દીક્ષા: ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રામવાવ પરિવારમાં અત્યાર સુધી 19 જેટલી દીક્ષા થઈ છે. વર્તમાનમાં ચાર દિક્ષાર્થી પૈકી ત્રણ મહેતા પરિવાર રામવાવના છે. આ સમાજના ઈતિહાસમાં આ પૂર્વે જૈનોના 2600 વર્ષના ઈતિહાસમાં એકસાથે આઠ સગી બહેને દીક્ષા લીધી હતી. રેડિમેડ હોલસેલના વ્યાપાર સાથે સકંળાયેલા પિયૂષભાઈના પત્ની પૂર્વીબેને મહાસતીજીના સંસર્ગમાં આવી સંયમ માર્ગે પ્રયાણ કરવાનો વિચાર આવ્યા બાદ પુત્ર મેઘકુમાર અને પતિ પિયૂષભાઈ તેમજ ભાણેજ ક્રિશે ધર્મનું વાતાવરણ હોતાં સહજભાવે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ધાર કરી લીધો હતો.
સાધુ-સાધ્વી ભુજ આવ્યા :સમાજના મંત્રી ભદ્રેશ દોશીએ જૈન સમાજમાં દીક્ષા અંગીકાર કર્યા બાદ કઠોર તપશ્ચર્યા કરવી પડતી હોય છે તેવું જણાવ્યું હતું. આ દીક્ષા પ્રસંગે કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરત અને મુંબઈથી 55થી વધુ સાધુ-સાધ્વી ભગવંતો ઉગ્ર વિહાર કરી ભુજ આવ્યા છે. સંદીપ દોશીએ કહ્યું કે, અસાર સંસારનો ત્યાગ કરી પોતાના જામેલા વ્યવસાયને એક જ ક્ષણમાં છોડી દીક્ષા પ્રદાન કરવી એ એક વિરલ ઘટના છે. આ ઐતિહાસિક દીક્ષા ઉત્સવને પાર પાડવા તડામાર તૈયારી ચાલી રહી છે.
Jain Diksha in Kutchh: એક જ પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે, રેકોર્ડ બ્રેક આ પણ વાંચો :ભવ્ય જીવનનો ત્યાગ કરી માતાની અનુમતિ વગર ક્રિયા ચાલી સંયમના માર્ગે
તપના બળે આત્મકલ્યાણ :આગામી 9 ફેબ્રુઆરીના 4 લોકો આ સંસારનો ત્યાગ કરીને, મોહ માયાના બંધનોથી છૂટી ભગવાન મહાવીર સ્વામીએ ચીંધેલા સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યના માર્ગે તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપના બળે આત્મકલ્યાણ સાધવાના છે. સંઘના મોવડી પરમ પૂજ્ય પળાજી મહાસતીજી અને પ્રવર્તીની પરમ પૂજ્ય અનિલાજી મહાસતીજી આદિ થાણા 50 નથા પૂજ્ય ગુરુદેવ ધૈર્ય મુનિ, પૂજ્ય ભવ્યમુની આદિ થાણા 5 હાલે ભુજમાં સવારથી સાંજ સુધી જૈન ધર્મના મૂળભૂત તત્વોની ખૂબ જ મીઠી મધુરી વાણીમાં પ્રભાવના કરી રહ્યા છે. સમગ્ર કચ્છમાં જૈન ધર્મનો પવિત્ર માહોલ બની ગયો છે.