ગુજરાત

gujarat

By

Published : Apr 13, 2020, 9:09 PM IST

ETV Bharat / state

કચ્છ લોકડાઉન: સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આઈશોલેશન વોર્ડ ઉભા કરાયા

કચ્છમાં હાલ લોકડાઉન છે ત્યારે કોરોના વાઇરસ સામે લડવા અને જો કોઇ કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો આઇશોલેશન બોર્ડમાં રાખવા માટે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આઈશોલેશન વોર્ડ ઉભા કરાયા છે. જાણો 20માં દિવસની તંત્રની કામગીરી.

kuch
kuch

કચ્છ:જિલ્લામાં કોરોના કહેર સામે લડવા તંત્ર આયોજનબદ્ધ કામગીરી કરી રહયું છે. મુંદ્રામાં 91 બેડ સાથેની વધુ એક હોસ્પિટલને કોવિડ19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા ઉપરાંત વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ આઈશોલેશન વોર્ડ તૈયાર થઈ રહયા છે. આજે જિલ્લા વિકાસ અધિકારીએ દુધઈ ખાતે 20 બેડના આઈશોલેશન સહિતની કામગીરીનું નિરક્ષણ કરવા સાથે ભચાઉ ખાતે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે કોરોનાની સારવાર બાબતે વર્કશોપ યોજયો હતો .રાજય આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની એક ટીમે કચ્છની મુલાકાત લીધી હતી.

આ વચ્ચે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1522 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 49603 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 125 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 4 કેસ પોઝિટિવ છે. અત્યાર સુધીમાં કુલ 119 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, 2 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ 1293 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન 52 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

કુલ 1293 માંથી 1241 વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 7237 વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી 5996 વ્યકિતઓએ 14 દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કર્યો છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 જેટલા આઇસોલેશન વોર્ડ છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટીટયુશનલ કોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 132 વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 80 વ્યકિતઓને કોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૫૨ વ્યકિતઓ કોરોન્ટાઇનમાં છે.

કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 257 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને 82,400 રુપિયા જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 328 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 162 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1331 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે.. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 99.02 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details