ગુજરાત

gujarat

ETV Bharat / state

International Women Day 2023 : તન્વી જોષી સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી, હવે ફિલ્મ કલાકારોના કરે છે મેકઅપ - Makeup of film actors

8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. જ્યારે મહિલાઓની ઉપલબ્ધિઓ અંગે વિશેષ વાતો યાદ કરવામાં આવે છે. આ ઉપલક્ષમાં કચ્છની એક એવી યુવતીની વાત કરીએ છીએ, કે જેણે નાની વયમાં સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી હતી. તન્વી ફિલ્મ કલાકારોના મેકઅપ પણ કરી રહી છે.

International Women Day 2023 : તન્વી જોષી સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી, હવે ફિલ્મ કલાકારોના કરે છે મેકઅપ
International Women Day 2023 : તન્વી જોષી સોશિયલ મીડિયા પરથી મેકઅપ સ્કિલ્સ શીખી, હવે ફિલ્મ કલાકારોના કરે છે મેકઅપ

By

Published : Mar 7, 2023, 7:29 PM IST

તન્વી ફિલ્મ કલાકારોના મેકઅપ પણ કરી રહી છે

કચ્છ : 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.આ દિવસ મહિલા શક્તિને અને તેમના ઉત્થાન માટે સમર્પિત છે. 21મી સદીની નારીએ દરેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. આજની મહિલાઓ પોતાના સપના સાકાર કરવામાં વિશ્વાસ રાખે છે ત્યારે આપણે આજે વાત કરીશું કચ્છના પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ તન્વી જોષી કે જેમને ખૂબ ઓછા સમયમાં પોતાના કામથી ખૂબ જ સારી નામના મેળવી છે.

જાણો કચ્છના યુવા મેકઅપ આર્ટિસ્ટ તન્વી જોષી વિશે : કચ્છના મેકઅપ આર્ટિસ્ટ તન્વી જોષી છેલ્લાં 4 વર્ષોથી મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે.તન્વી યુવા સર્ટિફાઇડ મેકઅપ આર્ટિસ્ટ છે અને નાની ઉંમરમાં પોતાના કામથી ખૂબ જ સારી નામના મેળવી છે.સાથે જ સેલિબ્રિટીના પણ તેને મેકઅપ કરવાની તક મળી છે. ઉપરાંત તેને પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ પારુલ ગર્ગ પાસેથી મેકઅપ સ્કીલ શીખવાની તક પણ મળી છે.એક સમયે જે વ્યક્તિ પોતે સોશિયલ મીડિયા પરથી મેકઅપ કરવાનું શીખી રહી હતી તે આજે અન્ય મહિલાઓને મેકઅપ શીખવાડી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તે touch of glam by tanvi નામનું પેજ પણ ચલાવી રહી છે.

આ પણ વાંચો womans day 2023 : દેશનું સ્વાસ્થ્ય મહિલાઓના સ્વાસ્થ્ય પર નિર્ભર છે, જાણો શા માટે

તન્વી જોષી એટલે મેકઅપ આર્ટિસ્ટ ઓળખ ઊભી કરવાનો લક્ષ્ય : મેકઅપ તન્વી માટે એક passion છે તમારી જે existing beauty છે એને હજી enhance કરવું એ તેના માટે મેકઅપ છે.આ સફરમાં ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા અને દરેક સફળ વ્યક્તિના જીવનમાં કઠિન સમય તો આવ્યા જ હોય છે.આજે દરેક સ્થળે મેકઅપ આર્ટિસ્ટ છે, બ્યુટિશિયન છે પરંતુ સર્ટિફાઇડ મેકઅપ આર્ટિસ્ટ છે તે ખૂબ ઓછા હોય છે અને passion સાથે કામ કરવું એ ખૂબ મહત્વનું હોય છે.માત્ર સારી કમાણી કરવી એ કોઈ સારી સફળતા નથી પરંતુ તમે કોઈ સ્થળે ગયા હો અથવા પસાર થતાં હો ત્યારે કોઈ કહે કે તન્વી મેકઅપ આર્ટિસ્ટ એવી એક ઓળખાણ હોય એને મોટી સફળતા તે ગણે છે.

હંમેશા અન્ય વ્યક્તિને પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ અને હંમેશા સકારાત્મક રહેવું જોઈએ

હરહંમેશ પરિવારનો સપોર્ટ મળ્યો :આજે સખત મહેનત અને સારા કામ બાદ જ્યારે કચ્છમાં કોઈ પણ જગ્યાએ તન્વી જતી હોય છે ત્યારે લોકો તેની સામે જોઇને તેને સ્માઈલ આપી છે અને ત્યારે એમ લાગે છે કે સામે વાળો વ્યક્તિ તેને ઓળખે છે અને તે તેના કામના લીધે શક્ય બન્યું છે.આ મેકઅપ આર્ટિસ્ટની સફર દરમિયાન પરિવારનો પણ વિશેષ ફાળો રહ્યો છે પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ સકારાત્મક સપોર્ટ તેને મળ્યો છે.કારણ કે મેકઅપ આર્ટિસ્ટનું ફિલ્ડ એવું છે કે જેમાં વહેલી સવારના 2-3 વાગ્યે જવાનું થતું હોય છે ત્યારે ઉપરાંત જ્યારે પ્રી વેડિંગમાં જવાનું થતું હોય છે ત્યારે અડધી રાત્રી પણ થઈ જતી હોય છે.ત્યારે પરિવારજનોને એટલી ચિંતા નથી હોતી કે આટલું મોડું થયું તો કોઈ સમસ્યા તો નથી ને કારણ કે આજે ક્યાંય પણ ઓર્ડરના કામથી જવાનું થાય ત્યારે તેઓ એટલો બધો સપોર્ટ કરે છે અને બધી પરિસ્થિતિ સરળતાથી સાચવી લે છે.

આ પણ વાંચો Womens Day: રાજ્યનો એક માત્ર એવો જિલ્લો જ્યાં 108 સ્ટાફમાં તમામ મહિલાઓ

માતા અને નાનીનું જીવનમાં મહત્વનું યોગદાન : ઉપરાંત આટલી સફળતા મળ્યા બાદ પણ હજી પણ નવું નવું શીખવા માટે મેકઅપના કોર્ષ કરવા માટે પણ ઘરેથી એટલો બધો સપોર્ટ તેની માતા દ્વારા તેને કરવામાં આવે છે કે તે તેની માતા અને નાનીને પોતાનું આદર્શ માને છે તેમજ તેમનામાંથી પ્રેરણા લઈને આગળ વધી રહી છે.તેના જીવનમાં તેની માતા અને નાની એ બંને મહિલાનું મહત્વનું યોગદાન રહ્યું છે અને તેનાથી જ તે પ્રેરણા લઈ રહી છે.

તેના જીવનમાં તેની માતા અને નાની એ બંને મહિલાનું મહત્વનું યોગદાન રહ્યું છે

બોલીવુડ સિંગર, ગુજરાતી કલાકારોને પણ કરી ચૂકી છે મેક અપ : તન્વી દ્વારા સુપરસ્ટાર બોલીવુડ સિંગર હરગુણ કૌર તેનું મેકઅપ પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે તેને ગુજરાતી ફિલ્મના અભિનેત્રી ભક્તિ કુબાવત અને ક્રિના શાહનું પણ તેને મેકઅપ કરવાની તક મળી છે જેના માટે તે પોતાને નસીબદાર સમજે છે.સાથે જ હવે તેને મેક અપ માટે ઇન્ટરનેશનલ ટ્રીપ કરી છે દુબઇની સાથે જ કશ્મીર, ગોવા, જેસલમેર, રાજસ્થાન ,ઉદયપુર, ગીર વગેરે જગ્યાએ જઈને કામ કર્યા છે આગામી સમયમાં તે મેક અપના ઓર્ડર માટે કેરેલા પણ જવાની છે.

સોશિયલ મીડિયાથી શીખી અન્ય મહિલાઓને શીખવાડે છે :પોતે કંઈ રીતે મેક અપ કરતા શીખી તે અંગે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરી કરીને તેને મેકઅપ કરવાનું શીખ્યું છે અને એક એવા સ્તર પર પહોંચી ગઇ છે કે તેને લગ્નગાળાની સીઝનમાં કામ કરતું જોઈને તેની મહેનત જોઈને કેટલી બધી મહિલાઓ આજે inspire થઈ રહી છે કે તેઓ પણ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે આગળ આવી રહી છે અને શીખી રહી છે હાલમાં તે પોતાની સાથે ઓર્ડરમાં લઇ જઈને અન્ય લોકોને મેકઅપ સ્કીલ શીખવાડી રહી છે જ્યારે આગામી સમયમાં તે ઑફિસિયલી મેકઅપ શિખવવા માટે ક્લાસિસ શરૂ કરશે.જે રીતે પોતે સંઘર્ષ કરીને આગળ વધી છે તે રીતે અન્ય લોકોને એટલો સંઘર્ષ ના કરવો પડે તે માટે અત્યારથી જ તેની પાસે શીખી રહેલી મહિલાઓને તે કેળવણી આપી રહી છે.

હંમેશા સકારાત્મક રહેવું :તન્વીને પોતાના જીવનમાં પ્રોત્સાહન આપનાર તેની માતા અને તેના નાની છે.તેમના જીવનમાં અનેક ખરાબ સમય આવ્યા અને તેવા સમયમાં પણ તેમને તેને મોટા કર્યા અને આટલું સારું જીવન આપ્યું.આજના સમયમાં બધાના જીવનમાં સમસ્યાઓ હોય છે , ઉતાર ચડાવ હોય છે પરંતુ તમને જે કાર્ય કરવામાં પ્રોત્સાહન મળે છે ખુશી મળે છે ત્યારે આપણે તે જ કાર્ય કરવામાં આગળ વધવું જોઈએ અને આજે જે રીતે કોઈને પ્રોત્સાહન આપવું સહેલું થઈ ગયું છે તેમ નીરોત્સાહી કરવું પણ સરળ છે માટે હંમેશા અન્ય વ્યક્તિને પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ અને હંમેશા સકારાત્મક રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details