ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023, 132 પતંગબાજ લડાવશે અવનવી પતંગના પેચ

ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation )અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છના સફેદ રણ (White Desert of Kutch )માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નું (International kite festival 2023 )આયોજન કરાયું છે. 13 જાન્યુઆરી 2023એ સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023માં 19 દેશના 132 પતંગબાજો ભાગ લેશે.

કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023, 132 પતંગબાજ લડાવશે અવનવી પતંગના પેચ
કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023, 132 પતંગબાજ લડાવશે અવનવી પતંગના પેચ

By

Published : Jan 5, 2023, 8:19 PM IST

Updated : Jan 5, 2023, 9:08 PM IST

13 જાન્યુઆરી 2023એ સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી રણનું આકાશ બનશે રંગીન

કચ્છ રણ, ડુંગર અને દરિયો એમ ત્રણ વિશેષતા ધરાવતા સરહદી જિલ્લા કચ્છમાં ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation ) દ્વારા પ્રવાસનને વેગ આપવા વર્ષ 2005 માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના સફેદ રણ (White Desert of Kutch )માં રણ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં આગળ જતાં આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પણ આયોજન થવા લાગ્યું. આ વર્ષે 13મી જાન્યુઆરીના કચ્છના સફેદ રણમાં પતંગોત્સવ (International kite festival 2023 ) યોજવામાં આવશે. આ વર્ષે 19 દેશના 132 પતંગબાજ ભાગ લેશે.

આ પણ વાંચો G20 સમિટમાં આવતા વિદેશી ડેલીગેટ્સ માટે ખાસ નિર્ણય,ગુજરાતના પ્રવાસન સ્થળોની વિઝિટ કરાવાશે

ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation ) અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના સફેદ રણ (White Desert of Kutch )માં આંતરરાષ્ટ્રીય પંતગોત્સવનું આયોજન કરાયું છે.આ વર્ષે 13મી જાન્યુઆરી 2023ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 (International kite festival 2023 ) નું આયોજન કરવામાં આવ્યું છે.સફેદ રણની ચાંદની માણવા આવતા પ્રવાસીઓ કાઇટ ફેસ્ટિવલ નિહાળી અભિભૂત બનશે. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ દેશો,ભારતના વિવિધ રાજ્યો અને કચ્છના પતંગરસિયાઓ ઉત્સાહભેર જોડાશે.

આ પણ વાંચો દોરી હવે ફિરકીમાં વીંટવાની ઝંઝટ ખતમ, આવી ગઈ છે ઓટોમેટિક ફિરકી

19 દેશના 132 જેટલા પતંગબાજો ભાગ લેશે ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism Corporation ) કચ્છ વિભાગ ઇન્ચાર્જ પ્રિયંકા જોષીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે સફેદ રણ(White Desert of Kutch ) માં યોજાનારા આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023માંં મોરેસિયસ, મલેશિયા, ઇન્ડૉનેશિયા, ઇઝરાયલ, મેક્સિકો, નેપાલ, નેધરલેંડસ, ફિલિપિનસ, લેબનાન, લિથૂઆનિયા, પોલેન્ડ, મોરક્કો, સાઉથ આફ્રિકા, સ્લોવેનિયા, બોનાયર, સિંટ ઓસ્ટીટિયસ, પોર્ટુગલ દેશોના તથા ઈન્ડિયાના રાજસ્થાન, સિક્કિમ, મધ્ય પ્રદેશ, પોન્ડુચેરી, તેલેંગાના, કર્ણાટકા, ઓરિસ્સા, ગુજરાત સહિતના 19 દેશના 132 જેટલા પતંગબાજો ભવ્ય આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 (International kite festival 2023 )માં ભાગ લેશે.

કાઇટ ફેસ્ટીવલને સ્થાનિક લોકો પણ ઉમંગભેર માણશેકચ્છના આંગણે થતી ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ પણ લોકોને પ્રાપ્ત થશે. દેશ-વિદેશનાં પતંગબાજોને કોઇ ખલેલ પહોંચે નહીં અને શાંતિથી પતંગની મજા માણી શકે તે માટે સફેદ રણ (White Desert of Kutch )ધોરડો ખાતે તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરડો ખાતેના કાઇટ ફેસ્ટીવલને સ્થાનિક લોકો પણ ઉમંગભેર માણશે અને અવનવા પતંગોથી (International kite festival 2023 ) આકાશ રંગીન બની જશે.

છ વર્ષથી બીચના કિનારે પતંગ ઉત્સવ ઉજવાયો નથી ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવતા માંડવી બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને બીચ ફેસ્ટિવલની ઉજવણી પણ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાઇ છે. વર્ષ 2011 અને 2012 બાદ 2016 એમ ત્રણ વખત સમુદ્ર તટે પતંગોત્સવ ઉજવાયો હતો જેને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. છેલ્લા છ વર્ષથી બીચના કિનારે પતંગ ઉત્સવ ઉજવાયો નથી.

બીચ ફેસ્ટિવલ પણ 4 વર્ષોથી બંધ ઉપરાંત કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવ ચાલુ થાય તે પહેલા માંડવીના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હતું જે છેલ્લે વર્ષ 2019 માં ઉજવાયો હતો. જેમાં મહેંદી સ્પર્ધા, ગાયન હરીફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો સ્થાનિક કલાકારોને રોજગારી સાથે પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. તો માંડવીના બીજ પર ફરી બીચ ફેસ્ટિવલની રંગારંગ ઉજવણી શરૂ કરવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક ધોરડો સફેદરણમાં 13 જાન્યુઆરી 2023ના રોજ પતંગ મહોત્સવનું (International kite festival 2023 ) આયોજન નિયત થયેલું છે. જેની તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજરોજ એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. પતંગ મહોત્સવમાં 19 દેશના 132 પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ વ્યવસ્થા અંગે કલેકટરએ વિગતો મેળવી જરૂરી સુચન કર્યા હતા.

પતંગબાજો માટેની વ્યવસ્થા કાર્યક્રમને અનુરૂપ કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, પતંગબાજોનું સન્માન, ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, પોલીસ વ્યવસ્થા , ટ્રાફિક નિયમન તથા કોરોના સંબંધિત ગાઇડલાઇનનું પાલન થાય તે બાબત સુનિશ્ચિત કરવા ખાસ સુચના આપવામાં આવી હતી.

Last Updated : Jan 5, 2023, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details