ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના સરહદી વિસ્તારોની આંતરિક સુરક્ષા વધુ મજબુત બનાવાઈ - Police security

કચ્છ: જિલ્લાના સરહદી વિસ્તારમાં બાલાસર પોલીસ, સીમા સુરક્ષા દળ અને SOG દ્વારા સરહદના ગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા એક બેઠક પણ યોજાઇ હતી.

Kutch

By

Published : Sep 19, 2019, 1:10 PM IST

રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકના જવાન, બી.એસ.એફ., એસ.ઓ.જી. દ્વારા બેલા, ધબડા, જાટાવાડા, બાલાસર લોદ્રાણી વગેરે સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શંકાસ્પદ ઇસમોની ગતિવિધિ ઉપર નજર રાખવા અને સરહદ પારથી કોઇ ઇસમો આવે તો સુરક્ષા તંત્રોને જાણ કરવા તમામ ગામના સરપંચ, અગ્રણીઓને સમજ આપવામાં આવી હતી.

કચ્છના સરહદી વિસ્તારોની આંતરિક સુરક્ષા વધુ મજબુત બનાવાઈ

આ વેળાએ અમુક જગ્યાએ નાકાબંધી પણ કરવામાં આવી હતી. બાદમાં સુરક્ષાતંત્રોની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. જેમાં એક બીજાના સંકલનમાં રહી માહિતીની આપલે, સંયુક્ત પેટ્રોલિંગ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અને પેટ્રોલિંગમાં બાલાસરના ફોજદાર આર.ડી. ગોજીયા, એસ.ઓ.જી.ના ફોજદાર એન.એન. રબારી, બી.એસ. એફ.ના સહાયક કમાન્ડર પ્રદીપકુમાર સેંગટ તથા સ્ટાફ જોડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details