ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં અપૂરતો વરસાદ, ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની રાહ...

કચ્છઃ છેલ્લા ત્રણ વર્ષથી અછત અને દુષ્કાળની કપરી પરિસ્થિતિ સામનો કરી રહેલા કચ્છ જિલ્લામાં ચાલુ ચોમાસા મેઘરાજા મન મૂકીને વરસતા દુકાળ પરિસ્થિતિને જાકારો મળ્યો છે. પરંતુ કચ્છના ભુજ તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડયો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો વાવેતર કરી નાખ્યું છે. હવે ભુજ તાલુકાના ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

ભુજમાં અપૂરતો વરસાદ

By

Published : Aug 20, 2019, 3:25 AM IST

ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. કચ્છના કેટલાક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુન્દ્રા તાલુકામાં ઓછા વરસાદને લઈ ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ભુજ તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસતા ખેડૂતો ચિંતીત બન્યા છે. ભુજ તાલુકાના માધાપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી વાડી છે. ચાલુ વર્ષ વરસાદ ઓછો પડતાં માધાપર ગામના ખેડૂતો ચિંતિત બન્યા છે. કેટલાક ખેડૂતો વરસાદ આગમન પહેલા વાવેતર કરી નાખ્યું હતું. વાવેતર બાદ વરસાદ નહીં પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. વરસાદ નહીં પડતા ખેડૂતો પાક સુકાઈ રહ્યો છે સાથે જ પાકમાં સુકારા નામનો રોગ જોવા મળતા ખેડૂતો ઉભા પાક સુકાઈ રહ્યા છે.

ભુજમાં અપૂરતો વરસાદ, ખેડૂતો જોઈ રહ્યા છે વરસાદની રાહ...
વાવણી બાદ હવે ખેડૂતો મેઘરાજા રાહ જોઈ રહ્યા છે. વરસાદ નહીં પડતા ખેડૂતો મુશ્કેલીમાં વધારો થયો છે આગામી 15 દિવસમાં વરસાદ નહીં પડે તો ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ છે. હાલ ખેડૂતો વરુણદેવ સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details