- મુન્દ્રા પોર્ટ પર મિસ ડિકલેરેશનની આડમાં 12 કન્ટેનરને રોકવામાં આવ્યા હતા
- બેઝ ઓઇલ દર્શાવીને લાઈટ ડીઝલ ઓઇલ આયાત કરાયાનું તપાસમાં બહાર આવ્યું
- દિલ્હીની લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો થયો
- આ કાર્ગોની કિંમત કરોડોમાં હોવાનું મનાઇ રહ્યું છે
કચ્છ : મુન્દ્રા તેમજ કંડલા પોર્ટ પર બનેલ હેરોઈન પ્રકરણ બાદ સતત કસ્ટમ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. ત્યારે મુન્દ્રા પોર્ટ પર શંકાના આધારે DRI અને કસ્ટમ દ્વારા 12 જેટલા કન્ટેનરને રોકવામાં આવ્યા હતા. આ કન્ટેનરમાં બેઝ ઓઇલ હોવાનું ડિકલેર કરવામાં આવ્યું હતું. આ ઓઇલના સેમ્પલ લઈને કંડલા ખાતેની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં લાઈટ ડીઝલ ઓઈલ હોવાનું બહાર આવ્યું હતું.
દિલ્હીની લેબોરેટરીમાં ખુલાસો થયો
તપાસ એજન્સીઓ દ્વારા અન્ય લેબોરેટરીમાં પણ સેમ્પલ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને દિલ્હી સ્થિત સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબોરેટરીમાં આ બેઝ ઓઇલના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેની તપાસમાં આ 12 કન્ટેનરમાં બેઝ ઓઇલ નહીં પરંતુ લાઈટ ડીઝલ ઓઇલ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે આ તપાસ એજન્સીઓ દ્વારા આ કન્ટેનરને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈટ ડીઝલ ઓઇલ મર્યાદિત કંપનીઓ જ આયાત કરી શકે છે