ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજ સિવિલમાં ગર્ભાશયનાં આંતરરાષ્ટ્રીય પ્રકારની શસ્ત્રક્રિયાનો પ્રારંભ - ગર્ભાશયનાં આંતરરાષ્ટ્રીય પ્રકારની શસ્ત્રક્રિયા

ભૂજઃ ભૂજમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલ દ્વારા ઇન્ડીયન એસોશિયેશન ઓફ ગાયનેકોલોજીકલ એન્ડોસ્કોપિક સંસ્થાના ઈગલ પ્રોજેક્ટના સહકારથી ગર્ભાશયનાં અત્યાધુનિક એન્ડોસ્કોપિક અને હિસ્ટ્રોસ્કોપિક(ગર્ભાશયના પોલાણમાં રહેલી રોગની જટિલતા જાણવા) સાધનો વડે આંતરરાષ્ટ્રીય પ્રકારની શસ્ત્રક્રિયા કરવા માટે નવી પેઢી તૈયાર કરવાનો પ્રારંભ થયો છે.

સ્પોટ ફોટો

By

Published : Sep 25, 2019, 9:09 PM IST

ગર્ભાશયની કોથળી કાઢવી, ગર્ભાશયમાં રહેલા ફાઈબ્રોઇડ ગાંઠ, અંડાશયની ગાંઠ અને ગર્ભાશયના પર્દાની સમસ્યા તથા તેમાં રહેલી માસના દર્દથી દર્દીને એન્ડોસ્કોપિક અને હિસ્ટ્રોસ્કોપિક ઓપરેશનથી એક અઠવાડિયા સુધી રાખવાને બદલે એક જ દિવસમાં જ ઘરે જવાની છૂટ આપવામાં આવે છે.

હોસ્પિટલનાં સ્ત્રીરોગ વિભાગના વડા ડો. નિમિષ પંડ્યાનાં જણાવ્યાં અનુસાર, પશ્ચિમ ભારતના આ ક્ષેત્રમાં વિખ્યાત સર્જન નિષ્ણાંત ડો. મનીષ પંડ્યા, રાજકોટના ડો. પ્રવીણ કાનાણીએ ઉપસ્થિત રહી હોસ્પિટલમાં 8 દર્દીઓ ઉપર શસ્ત્રક્રિયા કરી નવી પેઢી તૈયાર કરવા પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ પ્રત્યક્ષ જ્ઞાનથી કોલેજના ગાયનેક વિદ્યાર્થીઓ અને રેસીડેન્ટ ડોકટરોમાં નવી શૈક્ષણીક દ્રષ્ટિ ખુલી શકે છે. તેમજ ભવિષ્યમાં આ શાખાને નવું માર્ગદર્શન મળશે.

આ પ્રકારની શસ્ત્રક્રિયા વૈશ્વિક સ્તરે છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે. જર્મનીમાં આ પદ્ધતિની શોધ થઇ હતી. હવે કચ્છમાં પણ તેનો વ્યાપ વધી શકે છે. જી.કે. હોસ્પિટલમાં આ પ્રકારના વધુ ઓપરેશન માટે નિષ્ણાંતો ડો. ગોપાલ હિરાણી, ડો. સુરભી વેગડે તેમજ ડો. જોગલ ગેસ્ટસર્જન તરીકે તૈયારી દર્શાવી છે. કચ્છમાં આવા નિષ્ણાંતોના ફાલ તૈયાર કરવા ઇન્ડીયન એસોશિયેશન ઓફ ગાયનેકોલોજીકલ એન્ડોસ્કોપિકનાં ઉપક્રમે ભારતમાં પ્રથમ વખત કોલેજના તબીબોને તૈયાર કરવા એક જ પખવાડિયામાં બે વખત સેમીનાર યોજવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details