ગુજરાત

gujarat

ETV Bharat / state

આ તે કેવો મેળો જ્યાં લોકોને અપાય છે સરકારી યોજનાઓની માહિતી - આઝાદીના અમૃત મહોત્સવ ભુજ

કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે પ્રસિદ્ધ યક્ષ મેળાનો પ્રારંભ(Commencement of the Yaksha Mela) થયો છે. ચાર દિવસ ચાલનારા મોટા યક્ષના આ પ્રસિદ્ધ મેળામાં, કેન્દ્ર સરકારની વિવિધ, પ્રચાર પ્રસારણ પ્રદર્શન એકમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ જન માનસમાં જનજાગૃતિ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મોટાયક્ષ ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ સરકારની યોજનાઓના જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.Celebration of Azadi's Amrit Mohotsav in Bhuj, Commencement Yaksha Mela,Mota Yaksha Mela Committee and Saira Yaksha

Etv Bharatઆ તે કેવો મેળો જ્યાં લોકોને અપાય છે, સરકારની યોજનાઓની માહિતી
Etv Bharatઆ તે કેવો મેળો જ્યાં લોકોને અપાય છે, સરકારની યોજનાઓની માહિતી

By

Published : Sep 15, 2022, 5:08 PM IST

કચ્છ:માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, સૌરાષ્ટ્ર ઝોન અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના(Ministry of Information and Broadcasting, Government of India) કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, ભુજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના(Celebration of Azadi's Amrit Mohotsav in Bhuj) કરવામાં આવી છે. જેના ભાગરુપે કચ્છજિલ્લાનાં નખત્રાણા તાલુકાના સાયરા - મોટાયક્ષ ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ, ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ સરકારની યોજનાઓના, જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પોષણ અભિયાન -પોષણ માહ ઉજવણી, સપ્ટેમ્બર 2022 પોષણ માસ, સ્વચ્છ ભારત અભિયાન, કોવિડ રસીકરણ અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવા અભિયાનો અંતર્ગત વિશેષ મનોરંજનના વિવિધ માધ્યમોના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.

આ તે કેવો મેળો જ્યાં લોકોને અપાય છે, સરકારની યોજનાઓની માહિતી

જનભાગીદારી વધારવાનો પ્રયાસ:આઝાદીની સંઘર્ષગાથા તેમજ પ્રજાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, આવરી લેતા પ્રદર્શન સહિતના આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાનો છે. ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો છે.

લોક આકર્ષણનું કેન્દ્ર:લોકોને જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડતા વિવિધ સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ ચાલનારા આ મેળામાં, ભવ્ય પ્રદર્શનની સાથે જનજાગૃતિનાં સંદેશાઓને લઈને મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજિત જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડતા વિવિધ સ્ટોલ્સ, આઝાદી ક્વીસ્ટ ગેમ મોબાઈલ એપ્લિકેશન અંગે જાણકારી, વિભિન્ન સ્પર્ધાઓ, પુરસ્કાર વિતરણ, સેલ્ફી કોર્નર જેવા વિભિન્ન કાર્યક્રમો લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.

વિવિધ યોજનાઓના પુસ્તકો અને પેમ્પલેટનું વિતરણ: મોટા યક્ષ મેળા સમિતિ અને સાયરા યક્ષ(Mota Yaksha Mela Committee and Saira Yaksha) જૂથ ગ્રામ પંચાયતના સહયોગથી, મોટાયક્ષ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા આયોજિત થઈ રહેલ આ પ્રદર્શન તા. 11 થી 14 સપ્ટેમ્બર 2022 4 દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે. સવારે 9:30 થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેનારા પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા સાયરા ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અને સમગ્ર કચ્છ ભુજના રહેવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ મેળામાં આ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે વિવિધ વિભાગોના સ્ટોલો તેમજ માહિતી કચેરી કચ્છ- ભુજ દ્વારા વિવિધ યોજનાના પુસ્તકો અને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details