ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં બન્નીના ઘાસિયા મેદાનમાં ગાંડા બાવળને દૂર કરી દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે - Latest news of Kutch

સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આવેલા બન્નીના ઘાસિયા મેદાનની (Banni Grassland Reserve) એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે ગણતરી થાય છે. આ સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાનમાં હાલ 1.25 લાખ હેક્ટર જમીન પર ગાંડા બાવળનું વિશાળ સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જે હવે દૂર કરીને ત્યાં દેશી ઘાસ અને દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે.

Bunny grass
Bunny grass

By

Published : Jun 1, 2021, 7:12 PM IST

  • બન્નીના 1.25 લાખ હેક્ટર જમીન પરથી ગાંડા બાવળ દૂર કરવામાં આવશે
  • ગાંડા બાવળ દૂર કરી દેશી ઘાસ અને વનસ્પતિ દ્વારા ઘાસિયા મેદાનને પુનઃ જીવિત કરાશે
  • વનઅધિકાર અધિનિયમના સેક્શન અનુસાર દૂર કરાશે ગાંડા બાવળ
  • પશુપાલનનો વિકાસ થાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે

કચ્છ : જિલ્લાના સરહદી વિસ્તાર બન્નેમાં 47 જેટલી ગ્રામસભાઓ દ્વારા વન વ્યવસ્થાપન સમિતિ બનાવી વનઅધિકાર અધિનિયમના સેક્શન 5 મુજબ અધિકારનો ઉપયોગ કરી જ્યાં જ્યાં ગાડા બાવળનું પ્રમાણ વધારે છે, ત્યાં ધીમે ધીમે તે બાવળો કાઢવામાં આવી રહ્યું છે અને તેની જગ્યાએ દેશી ઘાસ અને દેશી વનસ્પતિ ઉગાડવામાં આવશે. પશુપાલનનો વિકાસ થાય તે માટે કામ પણ કરવામાં આવી રહ્યું છે.

બન્નીના ઘાસિયા મેદાનમાં ગાંડા બાવળને દૂર કરવામાં આવશે

આ પણ વાંચો : નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા બન્ની વિસ્તારમાંથી દબાણ દૂર કરવાનો આદેશ

ઘણા વર્ષોથી પ્રયાસ થઇ રહ્યા હતાં

વનવિભાગ, ગ્રામ પંચાયતો અને રાજ્ય સરકાર પણ આ ગાંડા બાવળની જગ્યાએ વનસ્પતિઓ ઉગે તે માટે ઘણા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ગામના લોકો દ્વારા પણ વન વ્યવસ્થાપન સમિતિ બનાવીને પણ લોકો વનઅધિકાર નિયમ અનુસાર ગાંડા બાવળ તથા બિનજરૂરી ઝાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે.

કચ્છ

આ પણ વાંચો : કચ્છનાં છેવાડાના બન્ની વિસ્તારમાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન

બન્નીની ઘાસ્ય ભૂમિને પુનઃજીવિત કરાશે

આ ઉપરાંત તાજેતરમાં જ NGT (National Green Tribunal)નો ચુકાદો આવ્યો છે. તેના કારણે વનવિભાગને ગ્રામપંચાયતોને તથા ગ્રામસભાઓને દૂર કરીને ઘાસ્ય ભૂમિને પુનઃજીવિત કરવાનો લાભ પણ મળશે.

કચ્છ

ABOUT THE AUTHOR

...view details