ગુજરાત

gujarat

ETV Bharat / state

Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં ફાળવેલી નર્મદા નીર માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન

વિધાનસભામાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં કચ્છમાં નર્મદાના પાણીના વધારાના 1 મિલિયન એકર ફૂટની સિંચાઇ માટે પાણીની ફાળવણીની જાહેરાત અંતર્ગત પ્રથમ તબક્કામાં માત્ર 272 કરોડની રક્મની જોગવાઇ જાહેર કરવામાં આવી હતી. સરકાર 272 કરોડમાંથી કેનાલના કામો કેટલો ખર્ચ કરશે તેની સ્પષ્ટતા કરે અને જો માંગ નહીં સંતોષાય તો ફરી ધરણાં અને આંદોલન કરવામાં આવશે.

Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં નર્મદાના પાણી માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન
Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં નર્મદાના પાણી માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન

By

Published : Mar 9, 2022, 6:37 PM IST

કચ્છ: ગુજરાત વિધાનસભામાં ( Gujarat Legislative Assembly)રજૂ કરાયેલા અંદાજપત્રમાં કચ્છમાં નર્મદાના પાણીના વધારાના 1 મિલિયન એકર ફૂટની સિંચાઇ માટે પાણીની ફાળવણીની જાહેરાત અંતર્ગત પ્રથમ તબક્કામાં માત્ર 272 કરોડની રક્મની જોગવાઇ જાહેર કરવામાં આવી હતી જેને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે વખોડી કાઢી હતી. જો 15મી માર્ચ સુધી બજેટમાં સુધારો કરીને રકમ ફાળવવામાં આવે નહીં તો 16મી માર્ચથી ફરીથી ધરણાં કરવામાં આવશે.

Indian Farmers Union: 15મી માર્ચ સુધીમાં બજેટમાં નર્મદાના પાણી માટે રકમની જોગવાઈ નહીં થાય તો થશે આંદોલન

કચ્છના પ્રાણ પ્રશ્ન એવા નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટ પાણીના (Narmada water)કાર્યો માટે વર્ષ 2022-23ના અંદાજપત્રમાં સરકારે મામૂલી 272 કરોડ રૂપિયાની ફાળવણી કરીને કચ્છને વધુ એક વાર અન્યાય કર્યો છે. લાંબી લડત ચલાવી ત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી અને હવે નજીવી રકમની જોગવાઇ કરીને લોકો સાથે ક્રૂર મજાક કરવામાં આવી રહ્યું છે. તેવું કિસાન સંઘના હોદ્દેદારોએ કરી છે. વહીવટી મંજૂરી માટે કિસાન સંઘ દ્વારા વિવિધ સમાજો, સાધુ સંતો, સંસ્થાઓ અને 400થી વધારે ગામ પંચાયતોને સાથે રાખીને ભુજમાં 11મી જાન્યુઆરી 2022ના ધરણાં પણ યોજ્યા હતા.

બજેટમાં કચ્છના ખેડૂતો સાથે નર્મદાના પાણીના નામે અન્યાય કરવામાં આવ્યો

આ ધરણાના બીજા જ દિવસે ભારતીય કિસાન સંઘ (Indian Farmers Union)કચ્છ જિલ્લાના આગેવાનોને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ મુલાકાત સમયે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશભાઈ પટેલ, કચ્છના તમામ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ (District Panchayat President) પારૂલબેન કારા હાજર રહ્યા હતા છતાં પણ બજેટમાં કચ્છના ખેડૂતો સાથે નર્મદાના પાણીના નામે અન્યાય કરવામાં આવ્યો છે.

બજેટમાં 4369 કરોડની સામે માત્ર 272 કરોડની જોગવાઈ કરાઈ

મુખ્યપ્રધાને નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટ પાણી માટે 4369 કરોડ પૂરેપૂરા ફાળવવાની ખાતરી આપી હતી. હવે અંદાજપત્ર જાહેર થયું છે તેમાં માત્ર 272 કરોડની જોગવાઈ કરાઈ છે. આમ માત્ર કિસાનો જ નહિ, કચ્છની તમામ પ્રજા સાથે સરકારે દ્રોહ કર્યો છે. આટલી મામુલી રકમમાંથી કામ કેવી રીતે શરૂ થશે તે એક મોટો સવાલ છે.

સરકાર 272 કરોડમાંથી કેનાલના કામો કેટલો ખર્ચ કરશે તેની સ્પષ્ટતા કરે

આ ઉપરાંત નર્મદાના નિયમિત પાણીની દૂધઈ સબબ્રાંચ (Milky subbranch)અને મોડકૂબા કેનાલના (Modkuba Canal)કામો માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તેનો કોઇ જ ઉલ્લેખ બજેટમાં કરાયો નથી. તે અંગે પણ સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગણી ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ કરી હતી. આ ઉપરાંત નબળી નેતાગીરીના કારણે વારંવાર કચ્છના ખેડૂતો સાથે અન્યાય થતાં હોવાનું પણ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લના પ્રમુખે જણાવ્યું હતું.

કચ્છીઓ માટે ઝડપી કામ થવાની આશા પર પાણી ફરી વળ્યુ

ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં નર્મદાના પાણીના વધારાના 1 મિલિયન એકર ફૂટની સિંચાઈ માટે થોડાક દિવસો અગાઉ 4,369 કરોડની વહીવટી મંજૂરી મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી, તો બજેટમાં માત્ર 272 કરોડ ફાળવાતા કચ્છીઓ માટે ઝડપી કામ થવાની આશા પર પાણી ફરી વળ્યુ છે અને ભારતીય કિસાન સંઘ દ્વારા આ બજેટને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું.એક તરફ નર્મદાના વધારાના એક લાખ મિલિયન એકર ફીટ પાણી માટે જરૂરી એવી સારણ જળાશય, ટપ્પર ડેમ (Tapper Dam)અને નીરોણા ડેમ(Nirona Dam) સુધી પાઇપ લાઇન પાથરવા નાની રકમ ફાળવી તેનાથી કેટલું કામ થશે, તે પ્રશ્ન છે. કુલ 6 તબક્કામાં થનારા સરહદી જિલ્લાની ખેતી માટે ખૂબ મહત્વની યોજના ઝડપથી કઈ રીતે થશે.

આ પણ વાંચો:Farmers did water movement:બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતોએ જળ આંદોલન કર્યું

માંગ નહીં સંતોષાય તો ફરી ધરણાં અને આંદોલન કરવામાં આવશે

વધારાના કામો માટે આપે આપેલી ખાતરી મુજબ પૂરેપૂરા 4369 કરોડ રૂપિયાની બજેટમાં સુધારો કરીને 15મી માર્ચ 2022 સુધીમાં ફાળવણી કરવામાં આવે એવી માંગણી કચ્છના ખેડૂતોએ કરી છે. જો આ મુદત સુધી માંગ નહીં સંતોષાય તો 16મી માર્ચથી જિલ્લા મથક ભુજમાં તમામ સમાજો, સાધુ સંતો, સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોને (Gram Panchayats)સાથે રાખીને ફરી એકવાર ધરણા કરવાની ફરજ પડશે. તેમ છતાં માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં વિવિધ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તે દરમિયાન જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે.

આ પણ વાંચો:Narmada water in Kutch: નર્મદાના વધારાના પાણી તો દૂર સરકારે કચ્છના ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું

કચ્છને પાણી ન આપવા પાછળનો ષડયંત્ર છે

પ્રમુખ ભારતીય કિસાન સંઘના (President Indian Farmers Union)કચ્છ જિલ્લા વધુમાં ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ શિવજી ભાઈ બરાડિયાએ કહ્યું હતું કે આ સમગ્ર વસ્તુઓ કચ્છને પાણી ન આપવા પાછળનો ષડયંત્ર છે જેમાં મોટા ઉદ્યોગો પણ કદાચ ભાગ ભજવતા હોય. આવી ખાનગી કંપનીઓ (Private companies)કચ્છમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહી છે અને પાછલા બારણે સરકાર પર દબાણ કરી રહી છે. તો સાથે જ આક્ષેપ કર્યા હતા કે કચ્છનું રાજકીય પ્રતિનિધિત્વ રાજ્યસ્તરે નબળુ પુરવાર થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે પણ પ્રાંત સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવશે

કચ્છના પ્રાણપ્રશ્ન નર્મદાના વધારાના પાણી માટે હવે ભારતીય કિસાન સંઘની પ્રદેશ શાખા દ્વારા પણ વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યા છે. તો આવતા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે પણ પ્રાંત સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવે તેવા વિચારો કરાઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details