- જખૌ દરિયાઈ વિસ્તારમાંથી ચરસ (Hashish)નો જથ્થો ઝડપાયો
- ભારતીય કોસ્ટ ગાર્ડને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 19 પેકેટ મળ્યા
- આંતરરાષ્ટ્રીય બજારમાં ચરસની કિંમત 30 લાખની
કચ્છ :ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોને દરિયાના નજીકના કાંઠાના હયાત બેટ વિસ્તારમાંથી ચરસના 19 પેકેટ મળી આવતા પેકેટને જખૌ ખાતે લાવવામાં આવી રહ્યા છે. જ્યાં કોસ્ટ ગાર્ડના અધિકારી વર્ગની હાજરી સાથે પેકેટની તપાસ કરવામાં આવશે. અવાર-નવાર કરોડોના ડ્રગ્સ અને ચરસ આ વિસ્તારમાંથી મળી ચૂક્યા છે.
આ પણ વાંચો :સુરત: 4 કિલોથી વધુ ચરસ સાથે 3 યુવાનોની ધરપકડ