- વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અકીકનો બાઉલ ગીફ્ટમા આપ્યો
- 4500 વર્ષ પહેલાં પણ હડપ્પન સંસ્કૃતિના અકીકની ખાણો હતી
- અકીક 25 પ્રકારના અને જુદાં જુદાં રંગમાં હોય છે
કચ્છ:રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin (Russian President Putin Visits India) ગત અઠવાડિયે (India Russia Summit 2021) માટે આવ્યા ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભેટ (PM presents agate bowl) સ્વરૂપે અકીકનો બાઉલ (agate bowl) ગિફ્ટમાં આપ્યો હતો, ત્યારે લોકોમાં પણ ચર્ચા છે કે, આ અકીક શું છે, અકીક ક્યાંથી મળે છે, અને ભારતવર્ષમાં અકીકનું શું મહત્વ છે, તેના વિશે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના વડા ડૉ.મહેશ ઠકકરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.
અકીક એક વોલકેનિક પત્થરમાંથી બને છે
અકીક એક વોલકેનિક પત્થરમાંથી બને છે.વોલ્કેનો જ્યારે બહાર નીકળે છે ત્યારે, અને જ્યારે આ વોલ્કેનોનો ગરમ લાવા બહાર નીકળીને ઠંડું પડે છે ત્યારે, તેની અંદર જે વોલેટાઇલસ રહેતા હોય છે એટલે કે સિલિકાનું પાણી અથવા તો ફ્લોરાઈડનું પાણી અને ગેસ જામી જાય છે, ત્યાર બાદ તે ધીમેધીમે અકીક બને છે. વેસ્ટર્ન ભારતમાં 6.5 કરોડ વર્ષ પહેલાં અકીકના જે પથ્થર છે તેનું ફોર્મેશન બેસાલ્ટની અંદર બની ચૂક્યું હતું.
કચ્છમાં પણ અનેક જગ્યાથી અકીક મળી આવ્યા છે
કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં અકીક (agate bowl) મળી આવ્યું છે. જેમકે, ભુવડ, આંતરજાળ, ખેડોઈ, ડગાળા જેવી સાઇટ ઉપરથી અકીક મળી આવ્યું છે. સૌથી વધારે અકીકનુ પ્રમાણ કચ્છના નાના રણ પાસેના બેટ પાસેથી મળી આવ્યું છે. જે 12 કિલોમીટર લાંબુ છે અને 1.5 કિલોમીટર પહોળું છે. આ બેટ પર ભરપૂર પ્રમાણમાં અકીક મળી આવે છે. અહીઁ આજે પણ મોટા મોટા અકીકના પથ્થર સપાટી પર તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે.
4500 વર્ષ પહેલાં પણ હડપ્પન સંસ્કૃતિમાં અકીકની ખાણો હતી
આ અકીકનાં પથ્થરોને હેતુસર વિવિધ આકાર પણ આપવામાં આવે છે. ઘણાં આર્કોલોજિસ્ટે ભુવડ, ખેડોઇ અને આ બેટની સાઇટ ઉપર કામ કર્યું છે, ઉપરાંત તેના પર પ્રોસેસ કરવામાં આવે છે. આજથી 4500 વર્ષ પહેલાં હડપ્પન સંસ્કૃતિના જે લોકો રહેતા હતા, ત્યારે 4 થી 5 અકીકની ફેકટરીઓ પણ હતી. અકીકના પથ્થરો પર જુદી જુદી પ્રોસેસ કરીને તેનામાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી.
હાલમાં માત્ર લોકલ સ્તરે માઈનિંગ અને પ્રોસેસિંગ
અકીક માત્ર કચ્છ પૂરતું જ નહીં, પરંતુ હડપ્પન સંસ્કૃતિના સમયગાળા દરમિયાન સિંઘપ્રાંત, પંજાબ પ્રાંત, હરિયાણામાં પણ અહીંનું અકીક ત્યાં મળી આવ્યું છે, ત્યારે અહીંનું અકીકત્યાં કેમ પહોંચ્યું એ સવાલો પણ ઊભા થયા હતાં, માટે માત્ર આજે નહીં 4500 વર્ષ પહેલાં પણ અકીકનું માઈનિંગ થતું હતું અને પ્રોસેસિંગ પણ થતું હતું. આજે પણ તે માઇન ગુજરાતના સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાતમાં રતનપર, અમરેલી, ભાવનગરના આસપાસના વિસ્તારમાં જોઈ શકીએ છીએ. આજના સમયમાં અકીકનું માઈનિંગ એટલા બધા પ્રમાણમાં થતું નથી, માત્ર લોકલ સ્તરે માઈનિંગ અને પ્રોસેસિંગ થતું હોય છે.