કચ્છઃ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા અચાનક ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધમૂકી દેવાતા કચ્છના કંડલા ખાતે આવેલા દીનદયાળ મહાબંદર (Kandla Deendayal port )પરથી નિકાસ અર્થે આવેલા લાખો ટન ઘઉંનો (Export of wheat from India)જથ્થો અટવાયો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી બંદરમાં આવીને ઉભેલા પાંચ જહાજો પૈકી બે જહાજોમાં ઘઉં ચડવા દેવા મંજૂરી અપાઈ છે. પરંતુ પરિપત્ર મુજબ 13મી મે સુધીના લેટર ઓફ ક્રેડીટ ધરાવતા અને કસ્ટમે નિરીક્ષણ કરી લીધેલા ઘઉંના જથ્થાની જ નિકાસ કરવામાં આવશે જેથી પોર્ટની બહાર ગોદામો તથા ટ્રકોમાં પડી રહેલા ઘઉંના અંદાજે 12થી 16 લાખ ટન જથ્થાનું શું થશે તે પ્રશ્ન ઊભો થયો છે.
20 લાખ ટન ઘઉં પોર્ટ અંદર અને બહાર એક્સપોર્ટની રાહ -એક્સપોર્ટ માટે ડીપીએ, કંડલા આવેલા અંદાજે 20 લાખ ટન ઘઉં પોર્ટ અંદર અને બહાર એક્સપોર્ટની રાહ જોઇ રહ્યા છે. 13 મેના ડીજીએફટી દ્વારા (Export of wheat from Gujarat)દેશમાં વધતા ઘઉંના ભાવ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો હવાલો આપતા એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદી દેતા અફરા તફરી મચી હતી પોર્ટ પર લોડ થઈ ચૂકેલા જહાજોના કામકાજને પણ રોકાવી દેવાયું હતું. ચાર દિવસ સુધી બર્થ, જહાજ અને લોડીંગ ઠપ્પ રહેતા નિકાસકારોને કરોડોનું ડેમરેજ ચડતું હોવાથી તેમજ હજારો ટ્રકો વેઇટિંગમાં હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.
આ પણ વાંચોઃImpact of exports: ઘઉંના ભાવ ઘટ્યા તો વ્યાપારીઓ ટ્રકો ફસાતા મુંજાયા
ટ્રકોમાં 12થી 16 લાખ મેટ્રિક ટન માલ છે જે નિરીક્ષણ વગરનો -કંડલા બંદર પર લગભગ 5 જહાજો ભરવા જેટીએ લંગારવામાં આવ્યા હતા અને થોડા ઘણા ભરાયા ત્યાં નવા પરિપત્રનું અમલીકરણ કરતા કસ્ટમે લોડિંગ અટકાવી દીધું હતું. બે જહાજમાં લોડિંગ શરૂ કર્યું હતું. બહાર પાડેલા પરિપત્ર મુજબ કસ્ટમે નિરીક્ષણ કરી લીધું હોય તેવો જ માલ લોડ કરવાની છૂટ આપવામાં આવી છે. પાંચ જહાજ લાગેલા હોવાથી તે માટેનો લગભગ 0.80 મેટ્રિક ટન જ તો હાલ બંદરની અંદર છે અને તેનું નિરીક્ષણ થઈ ગયું છે આથી આ જથ્થો નિકાસ થઇ જશે પરંતુ પોર્ટની બહાર તથા ટ્રકોમાં 12થી 16 લાખ મેટ્રિક ટન માલ છે જે નિરીક્ષણ વગરનો છે તેની નિકાસ અટકશે.
લોડીંગ શરૂ થતાં 124708 મેટ્રિક ટન જથ્થો લોડ કરવામાં આવ્યું -દીનદયાળ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે હાલમાં 5 જહાજોમાં લોડીંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 124708 મેટ્રિક ટન જથ્થો લોડ કરવામાં આવ્યું છે તો 184381 મેટ્રિક ટન જથ્થો હજુ લોડ કરવાનો બાકી છે જે લોડ કરવામાં આવશે. પરંતુ હજી પણ 16 લાખ મેટ્રિક ટન માલ છે જે નિરીક્ષણ વગરનો છે તેની નિકાસ અટકશે.