ગુજરાત

gujarat

ETV Bharat / state

Water problem in Kutch: કચ્છના ખેડૂતોએ કેમ બાયો ચડાવી, માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણાં - Narmada water to the farmers of Kutch

કચ્છના ખેડૂતોને પાણી તેમજ વીજળીનો ઘણા સમયથી પ્રશ્નો છે. આ બાબતે ખેડૂતો દ્વારા અનેક વાર રજૂઆત તેમજ ટ્રેકટર રેલી, ધરણાં સહિતના (Water problem in Kutch)કાર્યક્રમોકરવા છતાં નિરાકરણ ના આવતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા છે.

Water problem in Kutch: કચ્છના ખેડૂતોએ કેમ બાયો ચડાવી, માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણાં
Water problem in Kutch: કચ્છના ખેડૂતોએ કેમ બાયો ચડાવી, માંગ ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણાં

By

Published : May 12, 2022, 5:16 PM IST

કચ્છ: જિલ્લાના ખેડૂતોને નર્મદાના પાણી તેમજ વીજ કનેક્શનના પ્રશ્નો અનેક (Water problem in Kutch)સમયથી સતાવી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ તેમજ જિલ્લાના તમામ 10 તાલુકાના ખેડૂતોએ અનેક વાર આ બાબતે રજૂઆતો કરી છે. અનેક વાર આવેદનપત્ર (Water Crisis in Gujarat )આપ્યા છે તો ટ્રેકટર રેલી, ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે જેથી આજે કલેકટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.

પાણી સમસ્યા

નર્મદાના નીરને લઈને અનેક વાર ખેડૂતો દ્વારા રજૂઆત -સરહદી જિલ્લા કચ્છમાં નર્મદાના નીરને(Bharatiya Kisan Sangh)લઈને અનેક વાર ખેડૂતો દ્વારા રજૂઆત કર્યા છતાં પણ હજુ કચ્છના ખેડૂતોને નર્મદાના પાણીની સમસ્યા સતાવે છે. ભારતીય કિસાન સંઘ દ્વારા દુધઇસબબ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરવાની માંગણી સાથે અગાઉ રુદ્રમાતા જાગીર પાસે સભા તેમજ ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી. જો સરકાર દ્વારા કેનાલનું કામ તાત્કાલિક ધોરણે પૂરું નહી કરાય તો કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચરાઈ હતી. આજે જિલ્લાના ખેડૂતો કલેકટર કચેરીની સામે અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા હતા.

પાણી સમસ્યા

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા અચોક્કસ મુદતના ધરણા - ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા નર્મદાના નીર બાબતે "અભી નહીં તો કભી નહીં, નર્મદા લાવો કચ્છ બચાવો"ના સૂત્ર સાથે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યા છે છતાં ખેડૂતોની સમસ્યાનો નિવારણ આવતું નથી. જેથી કરીને ખેડૂતો સરકારના ખોટા વાયદાઓથી પરેશાન થયા છે અને હવે જુદાં જુદાં સ્તરે કાર્યક્રમો આપશે અને જરૂર જણાશે તો ગામો પણ બંધ કરવામાં આવશે.

નર્મદાના નીર માટે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા -જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન (Dudhai Subbranch Canal)કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકુબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલા સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના 45 કિલો મીટરના કામ બાકી છે.

આ પણ વાંચોઃWater Problem in Surendranagar: આ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે તો સરપંચો ઊડાડશે સરકારની ઊંઘ

દુધઇ સબબ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી -નર્મદા નિગમ (Narmada Nigam)દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પુરા કરવા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે કારણ કે, 45 કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણી અભાવે ખેડૂતીઅને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતા કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા સરકાર લે તેવી માંગણી ઊભી થઈ છે.

પગલાં નહીં લેવાય તો આંદોલન થશે -ઉપરાંત સરકાર દ્વારા જો તાત્કાલિક નિર્ણય લઈને પાઇપ લાઇનના બદલે કેનાલ બનાવવામાં આવે તો તેનું કામ ઝડપભેર પૂરું કરવામાં આવે તેવી માગણી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ પણ આ બાબતે 19મી એપ્રિલના રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેનો કોઇ પણ પ્રકારનો ઉત્તર કિસાનોને મળ્યો ન હતો. હજી પણ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં નહીં લેવાય તો પ્રાંત સ્તર સુધી વિવિધ કાર્યક્રમો મારફતે વિરોધ નોંધાવવામાં આવશે.

આ પણ વાંચોઃWater problem in Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા સર્જાઈ, ગોમતીપુરમાં આવ્યું ટેન્કર રાજ

પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા -ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લના પ્રમુખ શિવજી બરાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા છેલ્લાં બે વર્ષથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના 45 કિલો મીટરના કામ બાકી છે. જે કામ બાકી છે તે કામ હવે પાઇપલાઇન મારફતે કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તેનો ખર્ચ છે તે 5000 કરોડ થવા પામશે પરંતુ કેનાલ કરવામાં આવે તો માત્ર 1200 કરોડ રૂપિયાનો જ ખર્ચ થાય તેમ છે. આટલા સમયથી જો કામ ટલ્લે ના ચડ્યું હોત તો હાલમાં લોકોને પાણી પણ મળતું થઈ ગયું હોત. સરકારને 5000 કરોડ ખર્ચવામાં કેમ રસ છે 1200 કરોડમાં યોજના પૂર્ણ થઈ શકે તેમ છે લોકો દ્વારા ભરાયેલ જીએસટી ના રૂપિયા છે. હવે પ્રાંત સ્તરથી કાર્યક્રમો આપવામાં આવશે.

ગુજરાત પ્રાંત દ્વારા પણ કાર્યક્રમો આપવામાં આવશે -ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્યામજી મ્યાત્રાએ જણાવ્યું હતું કે, આજના ધરણાં કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારના જે ગામો છે ત્યાં જે કેનાલને પાઇપલાઇનમાં ફેરવવામાં આવી તેના કારણે ભારતીય કિસાન સંઘે વાંધો લીધો છે અને છેલ્લા 2 વર્ષોથી લેખિત, મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સરકારે પોતાના નિર્ણયમાં ફેરફાર નથી કર્યો. સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં હજી કોઈ નિર્ણય નથી આવ્યો. જો નર્મદાના પાણી, મીટર પ્રથાને લઈને જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લેવામાં તો ગુજરાત પ્રાંત દ્વારા પણ કાર્યક્રમો આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details