કચ્છ:દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણએ ફરી ગતિ પકડી છે, ત્યારે દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસોની (Corona case in kutch) સંખ્યામાં મહાવિસ્ફોટક વધારો થઇ રહ્યો છે. આ સાથે કોરોના વાયરસનાં ન્યૂ વેરિઅન્ટ ઓમિક્રોન (new variant Omicron) પણ દેશમાં પગપેસારો (Omicron Case In Kutch) કરી રહ્યું છે. હાલ કચ્છ જિલ્લાના કોરોના વાયરસનાં સંક્રમણની સ્થિતિનું નિરીક્ષણ કરીએ તો ગઇ કાલે (બુધવાર) કચ્છમાં 105 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસોનો આંકડો વધીને 402 પર પહોંચ્યો છે.
જાણો જિલ્લામાં કુલ કેટલા કેસો સક્રિય છે અને સાજા થઇ ઘરે પરત કેટલા ગયા?
આ ઉપરાંત ગઇ કાલે (બુધવાર) 70 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 7 કેસો સામે આવ્યાં છે. કચ્છમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 13,560 પોઝિટિવ કેસો નોંધાયા છે તેમજ જિલ્લામાં આ મહામારીના સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હાલ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 402 છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુઘી સાજા થઈ રજા આપેલા કેસનો આકંડો 13,124 છે તથા આજ સુધી ઓમિક્રોનના કુલ 7 કેસો નોંધાયા છે.
કચ્છના અર્બન વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના કેટલા લોકો ઝપેટમાં આવ્યાં?
ગઇ કાલે (બુધવાર) કચ્છ જિલ્લામાં નોંધાયેલા 105 કેસો પૈકી 79 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 26 કેસો ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવ્યાં છે. આ ઉપરાંત ભુજ તાલુકામાંથી સૌથી વધારે કોરોનાના 45 કેસો નોંધાયા છે તો ગાંધીધામમાં 36, મુન્દ્રામાં 10, માંડવી તાલુકામાં 7 અને અંજાર તાલુકામાં 4 સહિત ભચાઉ, લખપત અને નખત્રાણા તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે.
જાણો સાજા થયેલા લોકોનો આંકડો