સામાજીક,શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈ આહિરે સુજલામ-સુફલામ જળસંચય યોજના હેઠળ થયેલ જળસંચયની કામગીરીને પરિણામે અનેક તળાવો-ચેકડેમો કરોડો લીટર વધારાના નવાં વરસાદી નીરથી સંપૂર્ણપણે છલકાઇ જતાં સ્થાનિક અગ્રણીઓ અને સિંચાઇ વિભાગ સહિતનાં અધિકારીઓ સાથે મૂલાકાત લીધી હતી.
કચ્છમાં તળાવોની જળસંગ્રહ શકિતમાં વધારો, ત્રણ વર્ષ સુધી ચાલશે પશુધન માટે પાણી - સુજલામ-સુફલામ જળસંચય યોજના
કચ્છઃ શહેરમાં ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા સુજલામ-સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવોને ઊંડા કરી તેની જળસંગ્રહ શક્તિ વધારવાની કરાયેલ કામગીરીને પરિણામે કચ્છના તળાવો-ચેકડેમો તરબતર બની ગયા છે. પાંચ કરોડની જગ્યાએ આ તળાવોમાં 12 કરોડ લીટર જળસંગ્રહ થઈ ગયો છે. જે કચ્છના પશુધનમાં ત્રણ વર્ષ સુધી ચાલી શકશે.
સિંચાઇ વિભાગના અધિકારી વી.ડી.ભંડારકરે તે અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સુજલામ- સુફલામ યોજના અંતર્ગત સીમ તળાવની જળસંગ્રહ ક્ષમતા ૫ કરોડ લીટરથી વધારીને 12 કરોડ લીટરની જળસંગ્રહ ક્ષમતા કરતાં વરસાદ ન પડે તો પણ ત્રણેક વર્ષ સુધી પશુધન માટે પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, તેમ તેમણે જણાવ્યું હતું.
કચ્છમાં જળસંગ્રહ થકી સારા પરીણામ મળ્યા બાદ હવે ઘાસચારાની સ્થિતીને વધુ સુદ્ધટ કરવા માટે તંત્ર દ્વાર મોડેલ રૂપ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ બન્ને પ્રયાસોની સફળતા થકી જ કચ્છને દુષ્કાળમુકત બનાવી શકાશે.