મકર સંક્રાંતિ પર માવઠાના એંધાણ વચ્ચે સોમવારના રોજ સવારે મીઠી ઉંઘ માણીને જાગેલા જનજીવનને અંચબા સાથે તહેવારો વચ્ચે માવઠાની હાજરીએ ઉત્સાહને નારાજગીનું ગ્રહણ આપ્યું હતું. વહેલી સવારે અનેક વિસ્તાોમાં સખ્ત પવન સાથે વરસાદ શરૂ થયો હતો.ક્યાંક ઝરમર તો કયાં ઝાપટા વરસ્યા હતા. તેમજ મુખ્ય માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા.
કચ્છમાં ભારે પવન સાથે માવઠુ, ઠંડીમાં વધારો - કચ્છમાં લાખો હેકટરમાં જીરાને નુકસાન
કચ્છ: જિલ્લામાં સોમવારે વહેલી સવારના સાડા છ વાગ્યે રાપર, ભુજ, અંજાર, ભચાઉ સહિતના વિસ્તારોમાં માવઠું વરસતા ઠંડીમાં પણ વધારો થયો હતો. તેમજ અનેક વિસ્તાોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, ત્યારે આ માવઠાથી ખેડૂતોને નુકસાની વેઠવી પડી શકે એમ છે. હવે ઠંડીમાં પણ વધારો થયો છે.
કચ્છ
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં વરસાદનું જોરદાર ઝાપટા પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તેમજ સખ્ત પવનના લીધે ઠંડીએ જોર પકડયું હતું. વાગડ વિસ્તાર કચ્છમાં લાખો હેકટરમાં જીરૂનું વાવેતર થયું છે, ત્યારે માવઠા રૂપી વરસાદથી નુકસાન થાય તેવી શક્યતા ઉભી થઈ છે. આ અગાઉ પણ વરસાદ અને માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું. બીજી તરફ માવઠું થતાં નુકશાની વેઠવી પડે તેમ છે.