ગુજરાત

gujarat

ETV Bharat / state

કુકમા સ્થિત ભુજ નગરપાલિકાના સંપ ખાતે 28 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરાયું લોકાર્પણ - Bhuj Municipality

કચ્છ જિલ્લાના ભુજ શહેરના લોકોને શુદ્ઘ પાણી મળી રહે માટે કુકમા સ્થિત ભુજ નગરપાલિકાના પંપ ખાતે 28 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજરોજ (સોમવાર) લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

xx
કુકમા સ્થિત ભુજ નગરપાલિકાના સંપ ખાતે 28 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

By

Published : Jun 14, 2021, 6:28 PM IST

  • ભૂજમાં નર્મદા પંપમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકાર્પણ કરવામાં આવ્યો
  • દર મહિને 1.26 લાખનો ખર્ચો
  • દરરોજ 20 કલાક પંપ ચલાવવામાં આવશે

ભુજ: તાલુકાના કુકમા ગામ ખાતે આવેલા ભુજ નગરપાલિકાના નર્મદા પંપમાંથી શહેરને પાણી વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધી આ પ્લાન્ટમાં ફટકડી નાખી પાણીને શુદ્ધ કરાતો હતો, પરંતુ પાણી ફિલ્ટર કરી વિતરણ કરાય તે માટે લાંબા સમયથી પ્રક્રિયા ચાલી રહી હતી, જે અંતે પૂર્ણ થતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજરોજ( સોમવાર) લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્લાન્ટમાં દર મહિને 1.26 લાખનો ખર્ચ થશે

કુકમા ખાતેના પંપ ખાતેથી 28 એમએલડી MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કન્સ્લટન્ટ દ્વારા 59 લાખનું એસ્ટીમેન્ટ આપવામાં આવ્યું હતું. 15મામ નાણાપંચની ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવ્યું છે. 20 કલાક પંપ ચાલુ રહેશે અને 4 કલાક રેસ્ટ આપવામાં આવશે. લાઈટ બીલ સાથે મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ બે વર્ષ માટે આપવામાં આવ્યો છે. દર મહિને 1.26 લાખનો ખર્ચ થશે.

આ પણ વાંચો : Water Distribution Arrangement : ભૂજ નગરપાલિકાના સદંતર નિષ્ફળતાના આક્ષેપ સાથે હોબાળો


શું કહ્યું ધારાસભ્યએ

ભુજ ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું કે, 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કામ કરવામાં આવ્યું છે. 20 કલાક પંપ ચાલુ રહેશે અને 4 કલાક રેસ્ટ આપવામાં આવશે. સરકારના આદેશ મુજબ હવે તમામ પાણી યોજના ફિલ્ટર પ્લાન્ટ સાથે જ બનાવવામાં આવશે.

આ પણ વાંચો :કચ્છમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે જરૂરિયાતમંદ 100 સંગીત કલાકારોને રાશન કિટ આપી


શું કહ્યું ભુજ નગરપાલિકાના પ્રમુખે?

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું કે, ભુજ શહેરની પ્રજાને ફિલ્ટર પાણી મળી રહે તે માટે આ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આવતા ઉનાળા સુધીમાં શહેરની પાણી સમસ્યાનું મહંદશે નિવારણ થઈ જાય તે દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. અગાઉ ફટકડી નાખી પાણી શુદ્ધ કરાતું હતું, હવે ફિલ્ટર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details