- માંડવી તાલુકાના 3610 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા
- માંડવી તાલુકાના મોઢવા ગામના લોકોને ગુંદિયાડી સ્થળાંતરિત કરાયા
- ગામના લોકોને એસ ટી મારફતે સ્થળાંતરિત કરાયા
કચ્છ: તૌકતે વાવાઝોડું કચ્છમાં આગામી 18મી થી 20મી મે સુધી ત્રાટકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ તૌકતે ચક્રાવાતી વવાવાઝોડાંની આગાહીના પગલે કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તકેદારીના પગલારૂપે માંડવીની આજુબાજુના 11 ગામોના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
300 લોકોને હાલ ગુંદિયાડી ગામે ખસેડાયા
માંડવી તાલુકાના મોઢવા ગામના લોકોને સાવચેતીના પગલાં રૂપે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. 11 ગામોના લોકોને અન્ય સ્થળે પહોચાડવામાં આવ્યા હતા. મોઢવાના 300 લોકોને ગુંદિયાડી ગામે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને નાના ભાડિયા તથા માંડવી સહિતના ગામોમાં ખસેડવામાં આવ્યા છે .કુલ 3610 લોકોને ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.