ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લામાં કોરોના સાથે સાથે તાપમાનમાં વધારો - Hat, glasses, mask, scarf,

કચ્છ જિલ્લામાં એક બાજુ કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. આગામી એક અઠવાડિયા સુધીમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારની રાહત નહિ મળે.

garmi
કચ્છ જિલ્લામાં કોરોના કહેરની તાપમાનમાં વધારો

By

Published : Mar 30, 2021, 7:19 PM IST

Updated : Mar 31, 2021, 4:55 PM IST

  • કચ્છ જિલ્લામાં આજે દિવસ દરમિયાન રહેશે હિટવેવ
  • આગામી એક અઠવાડિયા સુધીમાં 42 ડિગ્રી જેટલું પહોંચી શકે છે તાપમાન
  • ટોપી, ચશ્મા, માસ્ક, દુપટ્ટો , કોટનના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો



કચ્છ: માર્ચ મહિનાનો અંત આવી ગયો છે અને હજૂ ઉનાળાના મુખ્ય મહિનાઓ એપ્રિલ, મે અને જૂન બાકી છે, જો અત્યારે 40-41 ડિગ્રી તાપમાન છે, તો એપ્રિલ મહિનામાં પારો 42 ને પાર થઈ જશે.

આ પણ વાંચો :સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો


આગામી એક અઠવાડિયા સુધીમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં

હાલમાં કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે અને ખૂબ પ્રમાણમાં ગરમ હવા ફૂંકાશે તથા આગામી એક અઠવાડિયા સુધીમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દેખાશે નહીં અને કોઈ પણ જાતની રાહત મળશે નહીં.

ધૂળ ભરી હવા પણ ફેલાશે,આકાશ ખુલ્લો રહેશે

કચ્છ જિલ્લામાં કોરોના કહેરની તાપમાનમાં વધારો
કચ્છ જિલ્લામાં મહતમ તાપમાન 41-42 ડિગ્રી જેટલું રહેશે અને ધૂળ ભરી હવા પણ ફેલાશે. તથા આકાશ ખુલ્લું રહેશે અને વરસાદની સંભાવના નહિવત્ રહેશે. લું બહુ લાગતી હોવાથી જરૂર વગર ઘરની બહાર ન નીકળવું અને બહર નીકળવું હોય તો ટોપી, ચશ્મા, માસ્ક, દુપટ્ટાનો ઉપયોગ કરવો તથા બની શકે તો કોટનનાં તેમજ ખુલતાં કપડાં પહેરવા જોઇએ. સ્કિન ટેનિંગથી બચવા માટે લાંબી બાયના કપડાનો ઉપયોગ કરવો.
Last Updated : Mar 31, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details