કચ્છજિલ્લાપોલીસે શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા અંગેની ડ્રાઈવ (Kutch District Police Drive) યોજી હતી. તે અંતર્ગત મુન્દ્રાના ગુંદાલામાં ગામની સીમમાંથી (Kutch police raid in Gundala) 6 આરોપીઓને પકડી પાડ્યા (Gamblers caught in Kutch) હતા. આમાંથી 2 આરોપી તો મુન્દ્રાના નગરસેવકના પૂત્રો છે. આ બંને આરોપીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.
આ પણ વાંચોતીન પત્તીએ બગાડી વેપારીઓની બાજી
પોલીસને મળી હતી બાતમી મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના (Mundra Marine Police Station) PSI જી. વી. વાણિયાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના (Mundra Marine Police Station) કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગુંદાલા ગામની પૂર્વે આવેલી સીમ વિસ્તારમાં બાવળોની જાડીની આડમાં કેટલાક ઈસમો ગંજીપાના વડે તીન પત્તિ રૂપિયાની હાર જીતનો જુગાર રમી (Gamblers caught in Kutch) રમાડે છે, જે બાતમી જગ્યાએ રેઈડ કરતા 6 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.