- કચ્છના જરૂરિયાતમંદ 100 સંગીત કલાકારોને રાશન કિટનું વિતરણ
- રાજ્ય પ્રધાન વાસણ આહીરે સંગીત કલાકારોને આપી રાશન કિટ
- છેલ્લા 14 મહિનાથી કચ્છના સંગીત કલાકારોની હાલત કફોડી છે
કચ્છઃ વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં લોકોની હાલત દયનીય બની છે. તેમાંથી કચ્છના સંગીત કલાકારો પણ બાકાત નથી. અહીંના સંગીત કલાકારોની હાલત છેલ્લા 14 મહિનાથી કફોડી બની છે. ત્યારે રાજ્ય પ્રધાન વાસણ આહીર કચ્છના સંગીત કલાકારોની વ્હારે આવ્યા છે. પ્રધાન દ્વારા કચ્છના 100 જેટલા સંગીત કલાકારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કચ્છના જરૂરિયાતમંદ 100 સંગીત કલાકારોને રાશન કિટનું વિતરણ આ પણ વાંચો- સંગીતક્ષેત્રના જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ વિતરણ કરાઈ સંગીત કલાકારોએ રાજ્યપ્રધાનને કરી હતી રજૂઆત સંગીત કલાકારોએ રાજ્યપ્રધાનને કરી હતી રજૂઆત
કોરોનાની મહામારીના કારણે છેલ્લા 14 મહિનાથી કચ્છના સંગીત કલાકારોની હાલત કફોડી છે. તેમની પાસે રોજગારીનું કોઈ સાધન નથી ત્યારે ભૂજ આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ શૈલેષ જાનીએ રાજ્યપ્રધાન વાસણ આહીરને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે રાજ્યપ્રધાને સંગીત કલાકારોને રાશન કિટનું વિતરણ કર્યું હતું.
છેલ્લા 14 મહિનાથી કચ્છના સંગીત કલાકારોની હાલત કફોડી છે આ પણ વાંચો-તાપી જિલ્લા રેતી અને બ્લેકટ્રેપ ક્વોરી એસોસિએશનની દ્વારા કોરોના દર્દીઓને નિ:શુલ્ક નાળિયેર વિતરણ
કચ્છનાં 100 જેટલા જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ અપાઈ
ગુરૂવારે ભૂજની દસનામ ગોસ્વામી સમાજવાડી ખાતે કચ્છના 100 જેટલા સંગીત કલાકારોને રાજ્યપ્રધાન તથા તેમના કૃષ્ણા ટ્રાન્સપોર્ટ ગ્રુપ દ્વારા કચ્છના જરૂરિયાતમંદ કલાકારોને રાશન કિટ આપવામાં આવી હતી. કલાકારોએ રાજ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.