ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જિલ્લામાં ભુજના ધારાસભ્ય સહિત કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાયા - નિમાબેન આચાર્ય કોરોના પોઝિટિવ

કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રવિવારે રેપિડ ટેસ્ટમાં ભુજના 72 વર્ષીય ધારાસભ્ય ડૉ.નીમા આચાર્ય અને તેમના 45 વર્ષીય પુત્ર મુકેશ આચાર્ય સહિત જિલ્લામાં કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV BHARAT
કચ્છ જિલ્લામાં ભુજના ધારાસભ્ય સહિત કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Aug 16, 2020, 11:49 PM IST

કચ્છઃ જિલ્લામાં કોરોના સંક્રમણમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. રવિવારે રેપિડ ટેસ્ટમાં ભુજના 72 વર્ષીય ધારાસભ્ય ડૉ.નીમા આચાર્ય અને તેમના 45 વર્ષીય પુત્ર મુકેશ આચાર્ય સહિત જિલ્લામાં કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મુકેશ આચાર્યનું ટ્વીટ

પૂર્વ કચ્છના અંજારમાં 11, ભચાઉમાં 1, ભુજમાં 3, ગાંધીધામમાં 2, માંડવીમાં 5 અને રાપરમાં કોરોનાને 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. આ ઉપરાંત ખાનગી લેબોરેટરીમાં અંજારમાં 1, ગાંધીધામમાં 1 અને ભુજમાં કોરોનાના 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અંજાર શહેરમાં 12, ગાંધીધામમાં 3 અને ભુજમાં 7 પોઝિટિવ કેસ સહિત કચ્છ જિલ્લામાં કુલ 31 પોઝિટિવ દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યના કોરોના પોઝિટિવ રિપોર્ટને પગલે તેમના સંપર્કમાં આવેલા ભાજપના વિવિધ આગેવાનો અને કાર્યકર્તાઓને હોમ ક્વોરેન્ટાઈન થવાની અપીલ કરવામાં આવી છે. 15મી ઓગસ્ટના રોજ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસ ઉજવણીના કાર્યક્રમમાં પણ ભુજના ધારાસભ્ય નિમા આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રવિવારે ગાંધીધામના વરસામેડી ખાતે તેમનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે તેમના પરિવારમાંથી 45 વર્ષીય પુત્ર મુકેશ આચાર્યનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત રવિવારે ભુજ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 75 વર્ષીય કરસન રાઠોડનું રવિવારે સવારે મોત થયું છે. 10 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, હજૂ સુધી તેમના મૃત્યુની જાહેરાત કરવામાં આવી નથી.

આજે નવા નોંધાયેલા 31 પોઝિટિવ કેસના કારણે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 917 થઇ છે. જેમાં 134 કેસ એક્ટિવ છે, જ્યારે 641 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી 37 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details