કચ્છમાં ગાંધીધામના ન્યાયાધિશને થયો કોરોના
- ન્યાયાધિશની વડોદરાથી ગાંધીધામમાં થઇ હતી બદલી
- ગુરૂવારે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા
- ભુજના આર્મી જવાન અને અબડાસાના BSF જવાનને પણ થયો કોરોના
- જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 129 થઇ
કચ્છઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. અનલોક-1 પુર્ણ થવા સાથે અનલોક-02 ચાલુ થવાની તૈયારીમાં છે, ત્યારે સરહદી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ગુરૂવારે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે. જેમાં વડોદરાથી બદલી થઇ કચ્છના ગાંધીધામમાં આવેલા ન્યાયાધિશ, ભુજના આર્મી જવાન અને અબડાસાના BSF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કચ્છમાં ગાંધીધામના ન્યાયાધિશને થયો કોરોના, વધુ ત્રણ કેસ નોંધાયા વિગતો મુજબ વડોદરાથી બદલી થઇ ગાંધીધામ આવેલા ન્યાયધીશનો ગુરૂવારે રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આદિપુરની હરિઓમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 46 વર્ષિય ન્યાયાધીશ પરીવાર સાથે ગાંધીધામ સર્કીટ હાઉટમાં રોકાયા હતા. 16મી જુનના ગાંધીધામ આવ્યાં બાદ તેઓ સર્કીટમાં રહેનારા અન્ય ન્યાયાધીશ, પોલીસ અને રેવન્યુ વિભાગના સ્ટાફ સહિત 11 લોકના સંપર્કમાં આવ્યાં છે. આ ઉપરાંત ગાંધીધામ કોર્ટ ખાતે પણ તેઓ ચાર લોકોના સંપર્કમાં આવ્યા છે, જેથી સંપર્કમાં આવેલા તમામને કોરેન્ટાઇન કરવામાંઆવ્યા છે.
આ ઉપરાત અન્ય કેસમાં ભુજમાં આર્મીના જવાન અને અબડાસાના સરહદી ચેકપોસ્ટ પર ફરજ બજાવવા માટે હાજર થયેલા કોરેન્ટાઇન પીરીયડમાં રહેતા BSFના જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેથી બન્ને જવાનોને ભુજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 129 થઇ છે. જેમાંથી હાલ 29 કેસ એકટીવ છે.