- સુખપર-માનકુવા પાસે આવેલા વૃંદાવન રિસોર્ટમાં કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડ્યા
- રિસોર્ટમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા
- પોલીસે વૃંદાવન રિસોર્ટના મેનેજર અને લગ્નનું આયોજન કરનારા સામે ગુનો નોંધ્યો હતો
કચ્છઃ માનકુવા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સુખપર-માનકુવા વચ્ચે આવેલ વૃંદાવન રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. અહીં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. એટલે કે કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામાના ધજાગરા ઉડ્યા હતા. લગ્ન પ્રસંગે મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત દેખાયા હતા. કલેકટર જાહેરનામાના ભંગ થયેલ હોઇ પોલીસે રીસોર્ટના મેનેજર તથા લગ્નનું આયોજન કરનાર સામે ગુનો નોંધ્યો હતો. એક તરફ લૉકડાઉન અને અનલૉકની પ્રક્રિયા તથા કોરોનાના કેસ વધ-ધટ થઈ રહ્યા છે, પરંતુ તે વચ્ચે કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન ન થાય તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક તથા સોસીયલ ડિસ્ટન્ટનુ ભંગ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો-ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા
માનકુવા પોલીસે વધુ એક લગ્ન આયોજક સામે કાર્યવાહી કરી
માનકુવા પોલીસે વધુ એક લગ્ન આયોજક સામે કાર્યવાહી કરી છે અને સુખપર નજીકના રિસોર્ટમાં ચાલતા લગ્ન આયોજક સામે ફરિયાદ નોંધી છે. માનકુવા પોલીસે બાતમીના આધારે વૃંદાવન રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. અહીં કલેક્ટરના જાહેરનામાના ભંગ થતો હોવાથી વૃંદાવન રિસોર્ટના મેનેજર કિશોર વેલજી હિરાણી તથા લગ્નનું આયોજન કરનાર લાલજી વિશ્રામભાઈ કેરાઈ સામે માનકુવા પોલીસમથકે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.