ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં કોરોના સામેના જંગમાં ચાલતી કામગીરીની સમીક્ષા, પ્રભારી પહોંચ્યા ભુજ - Expressed satisfaction with the performance

કોરોના વાઈરસના નિયંત્રણ અને તેને અટકાવની કામગીરી માટે જિલ્લા કક્ષાએ રચાયેલી વિવિધ ટીમની સમીક્ષા બેઠક કચ્છના જિલ્લા પ્રભારી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

કોરોનાની સમીક્ષા બેઠક
કોરોનાની સમીક્ષા બેઠક

By

Published : Dec 6, 2020, 5:31 PM IST

  • કોવીડ-19ના નિયંત્રણ માટેની ટીમની સમીક્ષા બેઠક મળી
  • વિવિધ ટીમની કામગીરી અંગે સંતોષ વ્યકત કરાયો
  • પ્રભારીએ વિવિધ સૂચન સાથે માર્ગદર્શન આપ્યું

કચ્છ/ભુજ: કોરોના વાઈરસના નિયંત્રણ અને તેને અટકાવની કામગીરી માટે જિલ્લા કક્ષાએ રચાયેલી વિવિધ ટીમની સમીક્ષા બેઠક કચ્છના જિલ્લા પ્રભારી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં ભુજ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

કચ્છ ટીમની કામગીરી સંતોષજનક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલા કોરોના વાઈરસને અટકાવવા અને તેના પર નિયંત્રણ મળવવા વિવિધ ટીમની કામગીરી અંગે સંતોષ વ્યકત કરતાં પ્રભારી બેનીવાલે તમામ ટીમ પાસેથી કચ્છમાં કોવીડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. ટીમના સબંધિત અધિકારી અને કર્મચારીઓ પાસેથી આ અંગે માહિતી મેળવવામાં આવી હતી. માહિતી મેળવ્યા બાદ કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કામગીરી અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા અને કામગીરી અંગે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યુ હતું.

કોરોના અંગે લડાઈ હજી ચાલુ છે

કચ્છ જિલ્લામાં કોવીડ-19ની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. એ બાબતે સંતોષ વ્યકત કરતાં રાજકુમાર બેનીવાલે કોવીડ-19ની કામગીરી સાથે સંકળાયેલી તમામ બાબતો અંગે માહિતી મેળવી હતી. જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સક્રિય કુલ-6 કમિટી પૈકી હોસ્પિટલ મેનેજમેન્ટ, સર્વેલન્સ ટીમ, એક્શન ટેકન ટીમ, ડેટા એનાલિસીસ અને રિપોર્ટિંગ ટીમ, ગ્રીવીયન્સ રીડ્રેસલ ટીમ અને IEC ટીમની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ પ્રજાપતિ, ડિઝાસ્ટર મામલતદાર સી.વી. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર, સિવિલ સર્જન ડોક્ટર કશ્પય બુચ, જિલ્લા સ્ટેટ લાયઝન ઓફીસર ડોક્ટર માઢક, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા તેમજ કમિટી સાથે સંકળાયેલા કોવીડ-19, ડિઝાસ્ટર અને આરોગ્યના સંકળાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

ABOUT THE AUTHOR

...view details