ભૂજ (કચ્છ): ભૂજમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન રેલી (Kshatriya Ekta Swabhiman Rally) સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પ્રવક્તા મૌલિક સિંહે ભાજપનાં પૂર્વ નેતા નુપૂર શર્મા મામલે નિવેદન (Nupur Sharma Controversial Statement) આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નુપૂર શર્મા અમારા બહેન છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તેમની સાથે છે. જો નુપૂર શર્માને (Threat of National Rajput Karni Sena) કંઈ પણ થશે તો આખો દેશ ભડકે બળશે.
નુપૂર શર્મા પર વિવાદાસ્પદ નિવેદનનો છે આક્ષેપ - દેશમાં અત્યારે નુપૂર શર્માની વિવાદિત ટિપ્પણીને લઈને ઠેરઠેર પણ વિરોધ (Nupur Sharma Controversial Statement) થઈ રહ્યો છે. 27 મેએ એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં નુપૂર શર્માએ એક સમુદાય વિશે વાંધાજનક નિવેદન આપ્યું હોવાનો તેમની પર આક્ષેપ હતો. આ સમગ્ર મામલે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. પૂરા દેશમાં વાયુવેગે ફેલાયો હતો અને વિરોધ પણ નોંધાયો હતો તો અનેક સમાજે નુપૂર શર્માને ટેકો પણ આપ્યો છે.
રાજપૂતનો પહેલો ધર્મ છે ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલનોભુજમાં રવિવારે યોજાયેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંમેલનમાં સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજ શેખાવત ઉપરાંત મૌલિક સિંહ, દિલીપ પટેલ અને અજય સિંહે વક્તવ્ય આપ્યા હતા. અહીં પ્રવક્તા મૌલિક સિંહે જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં નૂપુર શર્માનો મામલો ગુંજી રહ્યો છે, હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે આપણે રાજપૂતના દીકરા છીએ. આપણો પહેલો (National Rajput Karni Sena supports Nupur Sharma) ધર્મ છે ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલનો.