ગુજરાત

gujarat

ETV Bharat / state

અબડાસામાં LCBએ 5.20 લાખ રૂપિયાનો ગેરકાયદે પેટ્રોલિયમનો જથ્થો કબજે કર્યો - પશ્ચિમ ક્ચ્છ પોલીસ

કચ્છમાં અબડાસા તાલુકાના કોઠારા ગામની એક ખેતરમાં LCBએ ગેરકાયદે જ્વલનશીલ પેટ્રોલિયમનો જથ્થો ઝડપી પાડ્યો હતો. LCBએ બાતમીના આધારે દરોડા પાડી 5.20 લાખ રૂપિયાનો 8,000 લિટરનો જથ્થો કબજે કર્યો હતો.

By

Published : Apr 13, 2021, 11:09 AM IST

Updated : Apr 13, 2021, 3:32 PM IST

  • LCBએ બાતમીના આધારે જ્વલનશીલ પદાર્થ ઝડપી પાડ્યો
  • આરોપી તૈયા તળાવ પાસે ખેતરમાં વેચી રહ્યો હતો પેટ્રોલિયમ પદાર્થ
  • પોલીસે વરાડિયા ગામની દક્ષિણ બાજુની સીમમાં પાડ્યા દરોડા

આ પણ વાંચોઃNIA ના મુંબઈની ક્લબમાં દરોડા, સિમ કાર્ડ સંબંધિત દસ્તાવેજો મળ્યા
કચ્છઃ અબડાસા તાલુકાના કોઠારા વિસ્તારમાં પશ્ચિમ ક્ચ્છ પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે કોઠારા ગામનો રમેશ બેચરલાલ વેલાણી (પટેલ) વરાડિયા ગામની દક્ષીણ બાજુની સીમમાં તૈયા તળાવ પાસે પોતાની ખેતરની એક ઓરડીમાં ગેરકાયદે રીતે સફેદ કલરનું જવલનશીલ પદાર્થ વાહનોમાં ભરી વેચાણ કરે છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જથ્થો કબજે કર્યો હતો.

આ પણ વાંચોઃસુરતમાં એક સાથે 4 સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા



5 ટાંકીમાં 8,000 લિટર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ મળ્યો

પોલીસે બાતમીના આધારે દરોડા પાડી સફેદ કલરનો જવલનશીલ પેટ્રોલિયમ પદાર્થ ભરેલા 2,000 લિટરની ક્ષમતાવાળી 3 ટાંકીઓ તથા 1,000 લિટરની ક્ષમતાવાળી 2 ટાંકી મળી આશરે 8,000 લિટર પેટ્રોલિયમ પદાર્થ કબજે કર્યો હતો. આમ, પોલીસે સફેદ કલરના 8,000 લિટર કિંમત 5,20,000 રૂપિયા અને એક ડિસપેન્સર કિંમત 40,000 રૂપિયા મળીને કુલ 5.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરીને કોઠારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

Last Updated : Apr 13, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details