કચ્છઃ કચ્છમાં ચાલુ વર્ષે મધ ઉત્પાદન 34.36 ક્વિન્ટલ થયું છે, જે અન્ય વર્ષોની સરખામણીએ ખુબ જ ઓછું છે. વર્ષ 2016-2017માં 1300 ક્વિન્ટલ મધ એકત્ર થયું હતું, જ્યારે 2017-2018માં 795 ક્વિન્ટલ મધ મળ્યું હતું, વર્ષ 2018-2019માં 278 ક્વિન્ટલ મધ એકત્ર થયુ હતું. જેની સામે આ વર્ષે માત્ર 34.36 કવિન્ટલ મધ એકત્ર થયુ છે.
કચ્છમાં મધ ઉત્પાદનને માઠી અસર, ચાલુ વર્ષે માત્ર 34 ક્વિન્ટલ મધ મળ્યું - Kutch updates
કચ્છ જિલ્લામાં મધ ઉત્પાદનને મોટી અસર પડી છે. આ વર્ષે માત્ર 34 ક્વિન્ટલ મધ ઉત્પાદન થતાં આ ક્ષેત્રે ગંભીર અસરો ઉભી થઈ છે. હવામાનની પ્રતિકુળતાને પગલે આ સ્થિતી ઉભી થયાનું જાણવા મળી રહ્યું છે.
કચ્છમાં મધ એકત્રિકરણની કામગીરી કરતા વન વિકાસ નિગમના જણાવ્યા પ્રમાણે, નબળા ચોમાસા અને પ્રતિકુળ વાતાવરણને પગલે મધ ઉત્પાદનને અસર પડી છે. કચ્છના અબડાસા, માંડવી, નિરોણા અને નખત્રાણા વિસ્તારમાં સૌથી વધુ મધ મળે છે, ત્યાંથી પણ મધ એકત્રિકરણને અસર પહોંચી છે.
મધ ઉત્પાદનના એકત્રિકરણ સાથે જોડાયેલા શ્રમિક પરીવારો પણ આ સ્થિતીને પગલે અન્ય કામગીર તરફ જઇ રહ્યા છે, કારણ કે દિવસભર મહેનત કરવા છતાં જોઈએ એટલું મધ મેળવી શકતા નથી. જેથી પરિસ્થિતી વિકટ બનતી ગી છે. હવે માત્ર થોડા જ લોકો આ કામગીરી કરી રહ્યાં છે. આગામી વર્ષે સ્થિતી સુધરશે તેવી આશા રખાઈ રહી છે.