- વાવાઝોડાને લીધે કચ્છના ગામોમાં 25થી 40 ટકા જેટલું નુકસાન
- કચ્છ જિલ્લાના ગામોમાં કેરીના પાકને ભારે નુકસાન
- ખેડૂતોની સરકાર પાસે યોગ્ય વળતરની માગ
કચ્છ:ભુજ તાલુકાના કોટડા ચકાર વિસ્તારમાં તથા માંડવી તાલુકા ગઢશીશા વિસ્તારમાં બાગાયતી ખેતી મોટા પાયે કરવામાં આવે છે. ભારે પવનને કારણે કચ્છી કેરીનો પાક ખરી પડ્યો હતો. કાચી કેરીઓ ખરી પડતા બજારમાં ભાવ લેવા ખેડૂતને મુશ્કેલ બન્યા છે. કેરી, જાંબુ, ખારેક, દાડમ સહિત બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે મગ, તલ ,બાજરી એરંડા જેવા ઉભા પાકને પવનથી નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
વાવાઝોડાના પગલે ખેડૂતોની હાલત કફોડી થઈ
કેસર કેરીનો પાક કચ્છમાં સારો એવો થયો હતો. ત્યારે એક મહિનાની અંદર કેરીનું વેચાણ અને પાક વધારે ઉતર્યો હોત તેવું ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાયો હોવાથી કેરીને નુકસાન પહોંચ્યું હતું. વરસાદના છાંટા પડે તો પણ કેરીને નુકસાન પહોંચે છે અને જીવાત થઈ જાય છે. જેથી નુકસાન વેઠવાનો વારો આવતા આ વર્ષે પણ ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી થઈ છે.
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન
ભારે પવનથી આંબાના વૃક્ષો નીચે હજારો કિલો માલ ખરેલો જોવા મળ્યો
કચ્છની કેસર કેરીની રાહ જિલ્લા ઉપરાંત દેશ વિદેશમાં પણ જોવાતી હોય છે. આ વખતે વાવાઝોડાની અસરના કારણે હવે માલ બજારમાં ઓછો આવશે અને ભાવ પણ ઊંચા જોવા મળશે. ભારે પવનથી આંબાના વૃક્ષો નીચે હજારો કિલો માલ ખરેલો જોવા મળ્યો હતો.
ખરેલી કેરીનો 2 રૂપિયે કિલો પણ ભાવ નહીં મળે