- 1લી નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે રણોત્સવ
- ટેન્ટ અને પ્રાઇવેટ હોટલોમાં 60 થી 70 ટકા બુકિંગ
- 350 ટેન્ટમાં 3000 લોકોએ અત્યાર સુધી કરાવ્યું બુકિંગ
- 5 પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું
- જુદી જુદી કેટેગરીનાં ટેન્ટ અને પેકેજ ઉપલબ્ધ
કચ્છ : કચ્છનાં સફેદ રણને તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના દેશનાં વડાપ્રધાન મોદી(Prime Minister Modi)એ વિશ્વ સમક્ષ મૂક્યું હતું. ત્યાર બાદથી સફેદ રણમાં રણોત્સવ(Ranotsav)નું આયોજન કરવામાં આવે છે અને દર વખતે અલગ અલગ થીમ બનાવી ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે આ વખતની થીમ 'અતુલ્ય ભારત'ની રાખવામાં આવી છે. આ રણોત્સવ 1 લી નવેમ્બરથી શરૂ થશે અને ચાર મહિના સુધી લાંબો ચાલશે એટલે કે 20મી ફેબ્રુઆરી સુધી ચાલશે.
છેલ્લાં બે વર્ષ કરતાં આ વર્ષે સારું બુકિંગ
Lallooji & Sons નાં PRO અમિત ગુપ્તા એ જણાવ્યું હતું કે, "રણોત્સવ(Ranotsav) 1 લી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે ત્યારે સફેદરણમાં આવેલ ટેન્ટસિટીમાં દર વખતે 350 જેટલા ટેન્ટ હોય છે અને જેમાં અત્યાર સુધીમાં 3000 જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં બુકિંગ થયું છે. ઉપરાંત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાં માટે પણ મોટા પ્રમાણમાં બુકિંગ થઈ ગયું છે. ફૂલ મુન નાઈટ માટે પણ ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું છે અને છેલ્લાં બે વર્ષ કરતા આ વર્ષે સારું બુકિંગ થશે તેવુ લાગી રહ્યુ છે"
રિસોર્ટમાં પણ 60 થી 70 ટકા એડવાન્સ બુકિંગ
ધોરડો ગામના સરપંચ મિયાં હુસેને જણાવ્યું હતું કે, "રણોત્સવ(Ranotsav) માણવાં આવતા પ્રવાસીઓને જ્યારે ટેન્ટ સિટી ફુલ હોય ત્યારે ટેન્ટ મળતાં નથી. ત્યારે સફેદ રણની આસપાસ આવેલ ગામ હૉડકો અને ધોરડોમાં પણ પ્રવાસીઓ રોકાણ માટે આવે છે ત્યારે કુલ 40 જેટલા પ્રાઇવેટ હોટલ અને રિસોર્ટમાં પણ 60 થી 70 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે."
5 પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવ્યું
ટેન્ટ સિટીમાં 5 પ્રકારના ટેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરબારી, રજવાડી, પ્રીમિયમ, ડીલક્ષ એસી સ્વિસ કોટેજ અને નોન એસી સ્વિસ કોટેજનો પણ સમાવેશ થાય છે. આ ટેન્ટ સિટી તેમજ સંપૂર્ણ રણોત્સવનું આયોજન અને સંચાલન Lallooji & Sons દ્વારા કરવામાં આવતું હોય છે. ઉપરાંત 1 Night And 2 Days, 2 Nights And 3 Days અને 3 Nights And 4 Days નાં જુદાં જુદાં પેકેજ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.
ફુલ મૂન અને દિવાળીનાં દિવસોમાં ટેન્ટના ભાવમાં ફેરફારો
ટેન્ટ સિટીના ટેન્ટનાં ભાવ નવેમ્બર થી ફેબ્રુઆરીમાં ફુલ મૂન અને દિવાળીને બાદ કરતાં બાકીનાં દિવસો માટે અલગ ભાવ હોય છે. 4 નવેમ્બર થી 9 નવેમ્બર તથા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ ટેન્ટનાં ભાવ અલગ અલગ હોય છે તથા ફુલ મૂન માટેનાં દિવસનાં તમામ ટેન્ટનાં ભાવ પણ અલગ અલગ હોય છે.