ગુજરાત

gujarat

ETV Bharat / state

Ice cream price: તાપમાન વધ્યું ને આઈસ્ક્રીમની માંગમાં તેજી, 20થી 40 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો

કચ્છમાં તાપ વધતાં આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 20 થી 40 ટકાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. નેચરલ ફ્રૂટ અને માવાની આઈસ્ક્રીમ લોકોને વધુ પસંદ આવી રહી છે. આ વખતે સીઝન પહેલા ઉનાળો આવી જતા આઈસ્ક્રીમના ઉત્પાદનમાંમાં વધારો થયો જેના કારણે આઈસ્ક્રીમના ધંધા સાથે જોડાયેલ તમામ લોકોને ફાયદો થઇ રહ્યો છે.

તાપ વધતાં આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 20 થી 40 ટકાનો વધારો
તાપ વધતાં આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 20 થી 40 ટકાનો વધારો

By

Published : Apr 4, 2023, 11:31 AM IST

Updated : Apr 4, 2023, 12:43 PM IST

તાપ વધતાં આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 20 થી 40 ટકાનો વધારો

કચ્છ:સૂકા રણપ્રદેશ કચ્છમાં એક માસ વહેલેથી ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે ગરમીમાં વધારો થયો છે. ગરમીમાં લોકો ઠંડી વસ્તુઓ ખાવા તરફ વળે છે. મહત્તમ તાપમાન પણ 35-36 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. ગરમ વાતાવરણમાં લોકો પોતાના શરીરના તાપમાનને જાળવી રાખવા અને ઠંડુ રાખવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. ઉનાળાની ઋતુમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ વધુ પ્રમાણમાં ખાતા હોય છે. ત્યારે આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 20થી 40 ટકા વધારો થયો હોવાનું આઈસ્ક્રીમ વિક્રેતાઓએ જણાવ્યું હતું.

ભારે તાપ: જિલ્લામાં ધોમ ધખતા તાપથી તાપમાનનો પારો 34 ડિગ્રીથી 36 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આ વખતે 1 માસ વેહેલેથી એટલે કે માર્ચ મહિનાની શરૂ થઈ જતાં ભારે તાપ અનુભવાઈ રહ્યો છે. ભરબપોરે ભારે તાપ લાગતા લોકો ઘરથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં જોવા મળી રહ્યા છે.ઉપરાંત લોકો અવનવા સ્વાદની આઈસ્ક્રીમ પણ ખાતા હોય છે.

આ પણ વાંચો Kutch News: આને કેહવાય ગુરુ, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં પૂછાયેલા પ્રશ્ન બદલ ગ્રેસિંગ માર્ક આપવા અપીલ

જુદાં જુદાં ફેલવરની આઈસ્ક્રીમ: આઈસ્ક્રીમના ઉત્પાદનમાં 30થી 50 ટકા વધારોછેલ્લાં અનેક વર્ષોથી રાજ આઇસક્રીમના નામે વેપાર કરતાં તરુણ ભાઈ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,હાલમાં લોકો જુદાં જુદાં ફેલવરની આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આઈસ્ક્રીમ ઉત્પાદકોએ પણ 20થી 40 ટકા જેટલા ઉત્પાદનમાં વધારો કર્યો છે. તો વેચાણમાં પણ 30 થી 50 ટકા જેટલો વધારો નોંધાયો છે તેવું જણાવ્યું હતું.તો મોડી રાત્રિ સુધી ગ્રાહકોનો જમાવડો આઈસ્ક્રીમ પાર્લરમાં જોવા મળી રહ્યો છે.

નેચરલ ફળોની આઈસ્ક્રીમ:નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમ માટે લોકોની વધારે પસંદગીહાલમાં ઉનાળાની સીઝનમાં લોકો કેરી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે નેચરલ ફળોની આઈસ્ક્રીમ જેમાં પિંક જામફળ, પાઈનેપલ, અલ્ફાંઝો મેંગો, જાંબુ જેવી આઈસ્ક્રીમની માંગ વધારે જોવા મળી રહી છે. તો ડ્રાયફ્રુટના સ્પેશિયલ ફ્લેવર્સમાં માવા કાજુ છે તે લોકો વધારે લેવાનું પસંદ કરતા હોય છે. ઉપરાંત માવા અને ચોકલેટના અવનવા ગોલા ખાવાનું પણ લોકોને ગમે છે.આમ તો આઇસક્રીમનો ધંધો સિઝનેબલ ધંધો છે. જેમાં માત્ર 4 મહિનામાં જ કમાણી કરવાની રહેતી હોય છે.

આ પણ વાંચો Kutch News : ચડતી જતી મોંઘવારીમાં આભૂષણોના એક્ઝિબિશનમાં ડીઝાઈન બની આકર્ષણનું કેન્દ્ર

દૂધના ભાવમાં વધારો:દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધતાં આઈસ્ક્રીમની દુકાનો પર લોકોની અવરજવર સતત ચાલુ રહેતી હોય છે તો વેપારીઓ દ્વારા પણ દર વર્ષે નવા નવા ફ્લેવર્સ બહાર પાડવામાં આવતાં હોય છે.ગયા વર્ષે કાચો માલ જેમ કે ડ્રાય ફ્રુટ, પ્લાસ્ટિક કટલેરી, ચોકલેટ સીરપ વગેરે ચીજવસ્તુઓના ભાવોમાં વધારો નોંધાયો હતો. જ્યારે આ વર્ષે કાચા માલના ભાવમાં કોઈ વધારો નોંધાયો નથી. આ વખતે માત્ર દૂધના ભાવોમાં વધારો નોંધાયો છે.

Last Updated : Apr 4, 2023, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details