ગુજરાત

gujarat

ETV Bharat / state

તેરામાં ઢેલનો શિકાર કરનાર ઝડપાયો - કચ્છ ન્યૂઝ

તેરા ગામના તળાવ નજીક ઢેલનો શિકાર થયો હોવાનો કેસ સામે આવ્યો હતો. વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને વનવિભાગે ડોક્ટર સાથે રહીને પંચનામું કર્યું હતું અને વધુ રિમાન્ડ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મિજબાની અર્થે ઢેલનો શિકાર કરાયો
મિજબાની અર્થે ઢેલનો શિકાર કરાયો

By

Published : May 20, 2021, 9:39 AM IST

  • મિજબાની અર્થે ઢેલનો શિકાર કરાયો
  • આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
  • વનવિભાગે વધુ તપાસ હાથ ધરી
  • વનવિભાગે ડોકટર સાથે રહીને પંચનામું કર્યું

કચ્છ:જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામનો રહેવાસી કોલી પચાણે મિજબાની માટે ઢેલનો શિકાર કર્યા હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. પોલીસને જાણ કરવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દાહોદના જંગલમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતો શિકારી ઝડપાયો

કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ઢેલના શિકાર બાબતે વનવિભાગે કોર્ટમાંથી આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: સાંપા ગામમાં 4 મોરનો શિકાર, એક શખ્સ ઝડપાયો, 3 ફરાર

ABOUT THE AUTHOR

...view details