- કેન્દ્રની નવી પોલિસી મુજબ કચ્છના 64035 વાહનો સ્ક્રેપમાં જશે
- કચ્છ જિલ્લામાં 28,513 જેટલી મોટરસાયકલ, 14233 જેટલી કારનો સ્ક્રેપમાં સમાવેશ
- કચ્છ જિલ્લામાં 44 જાતના વાહનો સ્ક્રેપમાં જશે
કચ્છઃ હાલમાં કચ્છ જિલ્લામાં કુલ 10 લાખ જેટલા વાહનો માર્ગો પર દોડી રહ્યા છે. કેન્દ્ર સરકારની નવી પોલિસીના આધારે કચ્છ જિલ્લના 64035 વાહનો સ્ક્રેપમાં જશે, જેમાં સૌથી વધુ 28,513 જેટલી મોટરસાયકલનો સમાવેશ થાય છે તો 14233 જેટલી મોટરકારનો, 1163 જેટલા થ્રી વીલરનો પણ પોલિસીમાં સમાવેશ થઈ જશે. કેન્દ્ર સરકારની નવી પોલીસીના નિયમ મુજબ 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં આપવા પડશે.
જો વાહન માલિકો સ્ક્રેપ સર્ટિફિકેટ રજૂ કરશે તો નવા વાહનની ખરીદી સમયે મળશે ડિસ્કાઉન્ટ
કચ્છમાં આરટીઓમાં નોંધાયેલા 10 લાખ જેટલા વાહનોમાંથી 64035 જેટલા વાહનો 15 વર્ષ પહેલાના છે જે તમામને સ્ક્રેપ કરવામાં આવશે. નવા વાહન ખરીદી વખતે વાહન માલિક જો સ્ક્રેપ સર્ટિફિકેટ રજૂ કરશે તો તેને ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે વાહન માલિકે નંબર પ્લેટ અને ચેસીસ નંબર આરટીઓમાં જમા કરાવવી પડશે જેથી તેને સ્ક્રેપ સર્ટિફિકેટ મળી શકે.
કચ્છમાં નોંધાયેલા 10 લાખ જેટલા વાહનોમાંથી 64035 જેટલા વાહનોનો સ્ક્રેપ પોલિસીમાં સમાવેશ કચ્છ જિલ્લામાં 44 જાતના વાહનો સ્ક્રેપમાં જશેકેન્દ્ર સરકારની નવી પોલિસી મુજબ કચ્છ જિલ્લના 15 વર્ષ પહેલાં આરટીઓમાં નોંધાયેલા વાહનો 44 જાતના છે. જેમાં સૌથી વધુ મોટરસાયકલ બાદમાં મોટર કાર, થ્રીવીલર, એગ્રીકલ્ચર ટ્રેકટર, એગ્રીકલ્ચર ટ્રેલર, એમ્બ્યુલન્સ, ટ્રેલર, ટ્રક, ક્રેઇન, ડ્રિલીંગ રીલ તેમજ અન્ય વાહનોનો સમાવેશ થાય છે.જાણો ક્યાં વાહનોનો નવી સ્ક્રેપ પોલિસીમાં સમાવેશ કરવામાં આવ્યો.કચ્છ જિલ્લામાં સ્ક્રેપ પોલિસીમાં સૌથી વધુ 28513 મોટરસાયકલ , 14233 ફોરવીલર કાર , 9855 ગુડ કેરિયર વાહનો, 4418 જેટલા એગ્રીકલ્ચર ટ્રેક્ટર , 1940 મોપેડ વાહન , 1163 થ્રીવીલર રીક્ષા , 816 થ્રી વીલર છકડા , 3 પર્સનલ થ્રીવીલર , 83 કોમર્શિયલ ટેકટર , 119 કોમર્શિયલ ટ્રેક્ટર ટોલી, 826 એગ્રીકલ્ચર ટ્રેલર, 100 કોમર્શિયલ ટ્રેલર,266 બોરવેલ રીંગ ,45 ટેક્સી મોટર , 337 બસ , પશુઓની એમ્બ્યુલન્સ , 60 જેટલી રેગ્યુલર એમ્બ્યુલન્સ, 20 જેટલા એડેપ્ટેડ વ્હીકલ, 235 જેટલા કોમર્શિયલ એક્સકવેટર , 262 જેસીબી-લોડર , 2 કેમ્પર , 6 સ્કુલ બસ , 8 ફાયર ફાઇટરના વાહન, મેક્સિકેબ 186,104 ફોરક્લિપ વાહનો વગેરે જેવા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યું છે.મોટર વાહન ઇન્સ્પેક્ટર દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવશેકેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંગે વાતચીત કરતા આરટીઓના અધિકારી સી. ડી. પટેલે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ સ્ક્રેપ પોલિસી હેઠળ કચ્છમાં 64035 વાહનોનો સમાવેશ કરવામાં આવશે અને સ્ક્રેપ પોલિસી હેઠળના સર્ટિફિકેટ માટે એક પ્રક્રિયા કરવામાં આવશે, જેમાં મોટર વાહન ઇન્સ્પેક્ટર દ્વારા સૌપ્રથમ વાહન માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કેન્સલની જે અરજી કરવામાં આવી હશે તે વાહનની ચકાસણી કરવામાં આવશે તેમજ તે વાહનના ચેસીસ નંબર તેમજ કાગળો પણ ચકાસવામાં આવશે અને ત્યાર બાદ મોટર વાહન ઇન્સ્પેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવશે અને ત્યાર બાદ રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે અને સ્ક્રેપ પોલિસી મુજબ સર્ટિફિકેટ વાહન માલિકોને આપવામાં આવશે.
મોટર વાહન ઇન્સ્પેક્ટર દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવશે
કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંગે વાતચીત કરતા આરટીઓ કચેરીના મુખ્ય અધિકારી સી. ડી. પટેલે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આ સ્ક્રેપ પોલિસી હેઠળ કચ્છમાં 64035 વાહનોનો સમાવેશ કરવામાં આવશે અને સ્ક્રેપ પોલિસી હેઠળના સર્ટિફિકેટ માટે એક પ્રક્રિયા કરવામાં આવશે, જેમાં મોટર વાહન ઇન્સ્પેક્ટર દ્વારા સૌપ્રથમ વાહન માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કેન્સલની જે અરજી કરવામાં આવી હશે તે વાહનની ચકાસણી કરવામાં આવશે તેમજ તે વાહનના ચેસીસ નંબર તેમજ કાગળો પણ ચકાસવામાં આવશે અને ત્યાર બાદ મોટર વાહન ઇન્સ્પેક્ટર દ્વારા નિણર્ય લેવામાં આવશે અને ત્યાર બાદ રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે અને સ્ક્રેપ પોલિસી મુજબ સર્ટિફિકેટ વાહન માલિકોને આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી ? વ્હીકલ સ્ક્રેપ યાર્ડની દેશના ભંગારી પર પડશે અસર ? જાણો
આ પણ વાંચોઃ ગુજરાત રાજ્ય પરિવહન નિગમમાં કિલોમીટરના આધારે સ્ક્રેપ કરાય છે વાહનો