ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજિયાની તળેટીમાં બની રહેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું કામ કેટલે પહોંચ્યું? જુઓ - કચ્છની સંસ્કૃતિનું પ્રદર્શન

કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની સ્મૃતિમાં ભૂજના ભૂજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. 8 વર્ષથી ચાલી રહેલું આ નિર્માણકાર્ય હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંકા સમયગાળાની અંદર જ આ સ્મૃતિવન લોકો માટે ખૂલ્લું મુકવામાં આવે તેવી શક્યતા છે.

ભૂજિયાની તળેટીમાં બની રહેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું કામ કેટલે પહોંચ્યું? જુઓ
ભૂજિયાની તળેટીમાં બની રહેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું કામ કેટલે પહોંચ્યું? જુઓ

By

Published : Jun 28, 2021, 4:44 PM IST

  • કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપના મૃત્યુ પામેલા લોકોની યાદમાં બની રહ્યું છે સ્મૃતિવન
  • ભૂજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે
  • 8 વર્ષથી સ્મૃતિવનનું ચાલી રહેલું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું

ભૂજઃ કચ્છની ઓળખ સમાન ભૂજના ભૂજિયા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેક્ટ આકાર પામી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય અત્યારે ચાલુ છે. આ સ્મૃતિવન તૈયાર થઈ જશે, જેના કારણે કચ્છના પ્રવાસીય સ્થળોમાં વધારાનું એક સ્થળ ઉંમેરાશે. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા હજારો લોકોની આત્માને શાંતિ મળે અને તેઓની યાદમાં મેમોરિયલ બને તે માટે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012માં ભૂજના ભૂજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન પ્રોજેકટ શરૂ કરાવ્યો હતો.

આ પણ વાંચો-વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી શરૂ

ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની નેમપ્લેટ સાથે વૃક્ષોનું વાવેતર કરાશે

વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ સ્મૃતિવન બનાવવામાં આવી રહ્યું છે. આ સ્મૃતિવનમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોની નેમપ્લેટ સાથે તેમની યાદમાં વૃક્ષનું વાવેતર કરાશે. હાલ અંદાજે 80,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી સમયમાં 1,00,000 જેટલા વૃક્ષો અહીં વાવવામાં આવશે.

કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપના મૃત્યુ પામેલા લોકોની યાદમાં બની રહ્યું છે સ્મૃતિવન

આ પણ વાંચો-PMના ડ્રીમ પ્રોજેક્ટ સહિતના મુદ્દાનો એક્શન પ્લાન બનાવવા CMએ લીધી ઉચ્ચ અધિકારીઓની બેઠક

ભૂકંપ બાદ કચ્છની પ્રજા કઈ રીતે ફરીથી ઉભી થઈ તે દર્શાવવાનો ઉદ્દેશ

સ્મૃતિવન પ્રોજેક્ટ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આ સ્મૃતિવનનો મુખ્ય ઉદ્દેશ કચ્છની સ્થાનિક સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો છે અને વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છની પ્રજા ફરીથી જે રીતે ઉભી થઈ અને ભૂજનો જે સામાજિક અને આર્થિક વિકાસ થયો છે. તે દર્શાવવા આ સ્મૃતિવન ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર વધારવાના હેતુસર આ સ્મૃતિવન પ્રોજેક્ટનું નિર્માણ હાલમાં કાર્યરત્ છે.

ભૂજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે

આ પણ વાંચો-Prime Minister Narendra Modiએ અયોધ્યાની વિકાસ યોજનાની કરી સમીક્ષા

સમૃતિ વનમાં અનેક વિકાસકામો પૂર્ણ

સ્મૃતિ વનમાં ચેકડેમ, સનસેટ પોઈન્ટ, વોક-વે, મ્યુઝિયમ, વૃક્ષારોપણ, સોલાર પ્રોજેકટ, ગેટ, એલઈડી લાઈટ, પાર્કિગ, રોડ રસ્તા સહિતના વિકાસકામો પૂર્ણ થઈ ચૂક્યા છે. એક માત્ર મ્યૂઝિયમનું કામ બાકી છે. આ મ્યૂઝિયમમાં ભૂકંપની ઝણઝણાહટી લોકો અનુભવ કરી શકશે. ભૂકંપની ગોઝારી તસવીરો, સેવાકીય કામગીરીઓ પણ રજૂ કરાશે. આ મ્યૂઝિયમનું કામ હવે ટૂંકા સમયગાળાની અંદર પૂર્ણ થાય તેવી ડેડલાઇન આપવામાં આવી છે. કચ્છનાં લોકો ભારે આતુરતાથી સ્મૃતીવન ખુલ્લું મુકાય તેની રાહ જોઇ રહ્યા છે.

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે સ્મૃતિવનઃ સાંસદ

ભૂજમાં ઐતિહાસિક, રમણીય અને પર્યટક સ્મૃતિવનનું નિર્માણ થઈ રહ્યું છે પ્રવાસીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બનશે અને ખૂબ ટૂંકા ગાળાના સમયગાળાની અંદર આ સ્મૃતિવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને તેનું લોકાર્પણ કરવામાં આવશે.

સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી કરાશે વૃક્ષોનું વાવેતર

NGO દ્વારા અહીં સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી ઝડપી વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે અને અહીં સ્મૃતિવનમાં Aથી H સુધી બ્લોક્સ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં કચ્છની સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે અને આ બ્લોકનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવશે જેથી ટૂંક સમયમાં લોકો માટે ખૂલ્લું પાડી શકાય.

ABOUT THE AUTHOR

...view details