ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં અદાણી સંચાલિત કોલેજના 40 વિદ્યાર્થીઓ એક સાથે કઈ રીતે બીમાર પડ્યા? જુઓ - MBBS સહિતના વિદ્યાર્થીઓ

કચ્છ જિલ્લામાં અદાણી સંચાલિત જી. કે. જનરલ સરકારી હોસ્પિટલ (G. K. General Government Hospital)માં એક સાથે 40 વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ દૂષિત પાણી (Contaminated water)ના કારણે બીમાર પડ્યા છે. હોસ્પિટલમાં સેવા સાથે મેડીકલ ક્ષેત્રનો અભ્યાસ કરતા MBBS સહિતના વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, વિદ્યાર્થીઓએ દૂષિત પાણી અંગે ટ્વિટ કરી કોલેજની પોલ ખોલી કાઢી હતી, જેના કારણે એડમીન વિભાગ દોડતું થયું હતું.

કચ્છમાં અદાણી સંચાલિત કોલેજના 40 વિદ્યાર્થીઓ એક સાથે કઈ રીતે બીમાર પડ્યા? જુઓ
કચ્છમાં અદાણી સંચાલિત કોલેજના 40 વિદ્યાર્થીઓ એક સાથે કઈ રીતે બીમાર પડ્યા? જુઓ

By

Published : Jul 19, 2021, 3:26 PM IST

  • કચ્છમાં અદાણી સંચાલિત કોલેજની 40 વિદ્યાર્થી પડ્યા બીમાર
    દૂષિત પાણીના કારણે તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલ કરાયા દાખલ
  • વિદ્યાર્થીઓએ ટ્વિટ કરી કોલેજની પોલ ખોલી તો એડમિન વિભાગ થયું દોડતું

કચ્છઃ જિલ્લાની અદાણી સંચાલિત જી. કે. જનરલ સરકારી હોસ્પિટલ (G. K. General Government Hospital)માં સેવા સાથે મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરતા MBBS સહિતના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પીવા માટે દૂષિત પાણી (Contaminated water) મળતું હોવાથી 40 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેના કારણે તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓએ દૂષિત પાણી અંગે ટ્વિટર પર ફોટો શેર કરતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. ત્યારબાદ દૂષિત પાણીનું (Contaminated water) વિતરણ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવી હતી. વિદ્યાર્થીઓએ ટ્વિટર (Twitter)માં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં નળમાંથી નીકળતું દૂષિત પાણી અને હોસ્પિટલમાં સારવાર લેતા વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં 40 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થતા તાવ સાથે શરદી લાગુ પડી ગયાનું સામે આવ્યું હતું, જેમની સારવાર ચાલુ છે અને હાલ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો-કલોલમાં રોગચાળો વધતા 10 હજારની વસતી ધરાવતા પૂર્વ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

નર્મદાનું પાણી બંધ થઈ જતા સમસ્યા સર્જાઈઃ મેઈન્ટેનન્સ હેડ (Maintanence Head)

અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલ તથા મેડીકલ હોસ્ટેલના મેઈન્ટેનન્સ હેડ (Maintanence Head) યુનુસ મન્સુરીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં નર્મદા જળ સાથે બોરના મિશ્રિત પાણીનું વિતરણ કરવામાં આવે છે, જેમાં નર્મદાનું પાણી છેલ્લા થોડા સમયથી અનિયમિત મળતું હોવાથી અને હાલમાં આવક બંધ થતા માત્ર બોરનું પાણી વિતરિત થતા તે ડહોળું હોવાથી માત્ર દૂષિત પાણી જ નળ મારફતે જોવા મળ્યું હતું. આથી બોરવેલના પાણી પૂરવઠાનું વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે અને બહારથી ટેન્કર મારફતે શુદ્ધ પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભવિષ્યમાં પાણીને લઈ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે શુદ્ધ પાણીનો પ્લાન્ટ લગાડવાનું કાર્ય હાથ ઉપર છે અને એક માસના સમય દરમિયાન તેની કામગીરી પૂર્ણ થઈ જશે.

વિદ્યાર્થીઓએ ટ્વિટ કરી કોલેજની પોલ ખોલી તો એડમિન વિભાગ થયું દોડતું

આ પણ વાંચો-Polluted water: કલોલના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 3 લોકોના મોત, રોગચાળાના 50 કેસ

GAIMSના વિદ્યાર્થીઓએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ (twitter account) પર વીડિયો (video) શેર કર્યા

તબીબી વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ ટેન્કર આસપાસ ગોઠવાયેલી બાલટીઓનો ફોટો પણ ટ્વિટર (Twitter) પર શેર કરતા ટ્વિટ કર્યું હતું કે, શું અમારે આખો દિવસ આવી રીતે પાણી ભરતા ભરતા ભણવાનું? આ મામલે અદાણી હોસ્ટેલના સત્તાધીશો બાદ હવે વહીવટી તંત્રને યોગ્ય નિરાકરણ કરી શુદ્ધ પાણી મળવાની માંગ પણ વિદ્યાર્થીઓ દ્વારા દર્શાવવામાં આવી છે.

દૂષિત પાણીના કારણે તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલ કરાયા દાખલ

હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે મોડી રાત્રે ફરી તાવ આવ્યોઃ વિદ્યાર્થી

તો બીમાર એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, શુક્રવારે મારી સાથે અન્ય વિદ્યાર્થીઓને તાવ આવ્યો હતો અને અમે અહીં સારવાર માટે દાખલ થયા હતાં, પરંતુ ફરી મોડી રાતે તાવ આવ્યો હતો અને તબિયત બગડી હતી હાલ સારૂં છે. પહેલાં કરતા અને મેનેજમેન્ટે અમને આ સમસ્યાનો નિરાકરણ કરી આપવામાં આવશે તેવું જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details