- પ્રવાસન વેપાર ઉદ્યોગ, વિજ્ઞાન, શિક્ષણ, કલાનું પ્રદર્શન
- વિવિધ વિકાસલક્ષી યોજનાઓની જાણકારી મળી રહેશે
- રણોત્સવ આયોજન નહીં પરંતુ પ્રવાસીઓ પ્રદશન માણી શકશે
કચ્છઃ સફેદ રણ ખાતે ઉભા કરાયેલા વિશાળ પ્રદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી છે. અહીં સિસ્મોલોજી રિસર્ચ, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ, સાયન્સ મ્યુઝિયમ, ડિજિટલ સેવા સેતુ, ઇલેક્ટ્રોનિક પોલિસી, આઈટી પોલીસીની માહિતી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પુરી પાડવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, ઈ-ગવર્નન્સ જેવી ઇન્ડસ્ટ્રીયલ માહિતી પણ અહીં મળી રહેશે. આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ પોષણ અભિયાન, 181 હેલ્પલાઈન, કોવિડ અંગે માહિતી, આંગણવાડીની વિવિધ માહિતી પણ ઉપલબ્ધ હશે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા આ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ મરીન તેમજ પોર્ટ સેક્ટર ક્ષેત્રે રોકાણની ઉપલબ્ધ તકોની માહિતી પણ અહીંથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જને લઈને ઈલેક્ટ્રીક બેટરી સંચાલિત વાહનોની માહિતી પણ ઉપલબ્ધ છે.
ગૃહ પ્રધાન અમિત શાહ ધોરડો રણ ખાતેનું પ્રદર્શન ખૂલ્લું મુકશે બાળકો માટે હશે આ માહિતીનો ખજાનો
આ પ્રદર્શનમાં પંચાયત અને ગ્રામ ગૃહ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં સરહદી વિસ્તાર વિકાસ અંતર્ગતની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉભા કરવામાં આવેલું આરોગ્ય વન અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની પણ માહિતી આ એક્ઝીબીશનમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત જંગલ વિસ્તાર સંરક્ષણ, વિકાસ, શિક્ષણ આરોગ્યની માહિતી, આદિજાતિ વિભાગ દ્વારા કલ્યાણલક્ષી માહિતી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ વિવિધ કોર્સની માહિતી, સોલાર એનર્જી, સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઉપલબ્ધ બસ સેવાઓ, શ્રવણ તીર્થ યાત્રા, કોવિડ દરમિયાન આપવામાં આવેલી બસની સુવિધાઓ અને રોડ સેફ્ટી અંગે માહિતી પણ રજૂ કરવામાં આવી છે.
ગૃહ પ્રધાન અમિત શાહ ધોરડો રણ ખાતેનું પ્રદર્શન ખૂલ્લું મુકશે આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામ એમ. કે. જોષીએ માહિતી આપતા જણાવ્યું કે, અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, ફૂડ સિવિલ સપ્લાય, પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ કામગીરીના પ્રોજેક્ટની માહિતી પણ આ પ્રદર્શનની મુલાકાત દરમિયાન પ્રવાસીઓને મળી રહેશે.