- કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનું ભુજ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
- વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરશે
- સ્વાસ્થય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે
કચ્છ: જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનારા સંમેલનમાં ભાગ લેવા માટે આજે (ગુરૂવાર) કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભુજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. જયાં તેમનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વ ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ગૃહ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, કલેકટર પ્રવિણા ડી.કે., પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંઘ અને અગ્રણી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
કેન્દ્રિય ગૃહ પ્રધાન સરપંચો સાથે સંવાદ કરશે