ગુજરાત

gujarat

ETV Bharat / state

સરહદી વિકાસ મહોત્સવ-૨૦૨૦ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે - અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે

સરહદી વિકાસ મહોત્સવ-૨૦૨૦
સરહદી વિકાસ મહોત્સવ-૨૦૨૦

By

Published : Nov 12, 2020, 6:35 AM IST

06:22 November 12

સરહદી ક્ષેત્ર વિકાસમહોત્સવ સંમેલનમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતભાઇ શાહનું ભૂજ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરાયું

સરહદી વિકાસ મહોત્સવ-૨૦૨૦

જિલ્લાના ધોરડો ખાતે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાના સરપંચો-આગેવાનો સાથે યોજાનાર સંમેલનમાં ભાગ લેવા માટે આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભૂજ ખાતે મોડી રાત્રે આવી પહોંચ્યા હતા. 

જયાં તેમનું ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, ગૃહ અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંઘ અને અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનોએ ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

06:21 November 12

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ભુજ એરપોર્ટ ખાતે સ્વાગત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ભુજ એરપોર્ટ ખાતે સ્વાગત પ્રદિપસિંહ જાડેજાએ સ્વાગત કર્યું

06:18 November 12

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે.

અમિત શાહના આગમન પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન કચ્છ પહોચ્યા હતા.

કચ્છઃકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. આજે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજય પ્રધાન વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.અમિત શાહના આગમન પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન કચ્છ પહોચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details