ગુજરાત

gujarat

ETV Bharat / state

Biparjoy Cyclone: ગૃહપ્રધાન અમિત શાહે વાવાઝોડાથી થયેલા નુકસાનનો મેળવ્યો તાગ, કહ્યું- બિપરજોય વાવાઝોડામાં એક પણ મોત નહિ - બિપરજોય વાવાઝોડામાં એકપણ મોત ના થવું એ મોટી વાત

ગૃહપ્રધાન અમિત શાહે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તાર માંડવી અને જખૌની મુલાકાત લીધી હતી. સ્થાનિક ખેડૂતો ગામજનો, શેલ્ટર હોમમાં રહેતા લોકો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા. કચ્છના વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને નુકસાનીની તેમજ રાહત કામગીરીની પરિસ્થતિનો તાગ મેળવ્યો હતો.

home-minister-amit-shah-conducted-aerial-inspection-of-damage-caused-by-biparjoy-cyclone
home-minister-amit-shah-conducted-aerial-inspection-of-damage-caused-by-biparjoy-cyclone

By

Published : Jun 17, 2023, 8:54 PM IST

Updated : Jun 17, 2023, 9:56 PM IST

કચ્છ: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં ઊભી થયેલી પરિસ્થતિની સમીક્ષા માટે કચ્છ પહોંચ્યા હતા.કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સબડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.

સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક:ભુજમાં કલેકટર કચેરીએ વહીવટી તંત્રની સાથે બેઠક કર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તમામ માહિતી આપતા જણાવ્યું હતું કે,"કચ્છના અસરગ્રસ્ત વિસ્તારના બે તાલુકા માંડવી અને અબડાસાની મુલાકાત લીધી હતી.જ્યાં વાવાઝોડું ત્રાટક્યું ત્યાં જખૌની મુલાકાત લીધી હતી. ખેડૂતો, સગર્ભા મહિલાઓ, NDRF ની ટીમની મુલાકાત લીધી હતી.જિલ્લાના તેમજ રાજ્યના અધિકારીઓ અને તમામ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી હતી.

'પહેલી વખત કોઈ પણ જાતની ફરિયાદ વખત પરત ફરી રહ્યો છું. જેમના વાડી વિસ્તારમાં નુકસાન થયેલ છે તેવા ખેડૂત માટે સહાયતા આપવામાં આવશે અને તેના માટેના સર્વે અંગના નિર્ણયો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ટુંક સમયમાં સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.'-અમિત શાહ, કેન્દ્રિય ગૃહપ્રધાન

વાવાઝોડામાં મોટું નુકસાન ટળ્યું:વડાપ્રધાન, મુખ્યપ્રધાનથી માંડીને, ગામના સરપંચ તેમજ ગ્રામજનોના તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓના સાથ સહકાર સાથે ઓછામાં ઓછાં નુકસાન સાથે આપણે વાવાઝોડાનું સામનો કર્યો હતો. વાવાઝોડાને લઈને શરૂઆતથી જ વહીવટી તંત્ર સાથે તેમજ મુખ્ય પ્રધાન સાથે કેન્દ્રીય ગૃહપ્રધાને સતત મિટિંગ યોજીને માહિતી મેળવીને સૂચનો આપ્યા હતા. તમામ લોકોને અભિનંદન અને સાધુવાદ કે ઓછામાં ઓછા નુકસાન સાથે તમામે સાથ સહકાર આપ્યો અને વાવાઝોડાનો સામનો કર્યો અને માનવ મૃત્યુથી બચી શકાયું.

વીજ પુરવઠો પાછો પૂર્વવત કરાશે:દરેક નાની વાતને ધ્યાનમાં રાખવામાં આવ્યું જેના કારણે ઓછું નુકસાન થયું. 20 તારીખ સુધી તમામ ગામોમાં વીજ પુરવઠો પાછો પૂર્વવત કરાશે. અમિત શાહ આજે વાવાઝોડાના દિવસે જન્મ લીધેલ દીકરીને મળી આવ્યા તો સાથે જ તેમની માતાને પણ મળી આવ્યા હતા. સગર્ભા મહિલાઓની પૂરેપૂરી સાવચેતી રખાઈ હતી તો ગુજરાતમાં 108208 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ 73000 જેટલા પશુઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓ તૈનાત:3,27,890 વૃક્ષોનું સમયસર ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. 4 જિલ્લામાં 4317 હોર્ડિંગને સમયસર હટાવવામાં આવ્યા હતા સાથે 21585 બોટ સમુદ્રમાં હતી જે તમામ લાંગરવામાં આવી હતી. 1 લાખ માછીમારોને સમયસર કિનારા પર લાવીને સુરક્ષિત કરવાનું કામ કરાયું હતું. ગુજરાતમાં 19 ટીમ NDRF ની ,13 ટીમ SDRF ની તો રિઝર્વ 2 બટાલિયન તૈનાત કરવામાં આવી હતી. આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સ્ટેટ રિઝર્વ પોલીસ ,સ્ટેટ પોલીસે NDRF સાથે ખભાથી ખભો માલાવીને કામ કર્યું છે.

ગુજરાત સરકારની ઉપલબ્ધી:હાલમાં 1133 ટીમ વીજળી પૂર્વવત કરવા કાર્યરત તો આવતી કાલથી 400 ટીમો તેમની સાથે વધુ જોડાશે. વાવાઝોડા અગાઉ પણ મીઠાના અગરીયાઓને સમયસર બહાર સુરક્ષિત લઈ આવ્યા હતા. વાવાઝોડામાં ઓછામાં ઓછું નુકસાન, શૂન્ય માનવ મૃત્યુ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની ઉપલબ્ધી છે. દેશના વડાપ્રધાને સંવેદના સાથે આ વાવાઝોડાની ચિંતા કરી હતી અને રાજ્ય સરકાર અને ભારત સરકારને નાનામાં નાની બાબતો માટે સૂચનો કર્યા હતા.

  1. Biparjoy Cyclone Effect : કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
  2. Biparjoy Cyclone: ગૃહપ્રધાને કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા
Last Updated : Jun 17, 2023, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details