ગુજરાત

gujarat

ETV Bharat / state

કંડલા અને મુંદ્રા બંદર પર હાઈએસ્ટ એલર્ટ, મરીન પોલીસનું સઘન ચેકિંગ - gujarati news

કચ્છઃ કાશ્મીરમાં કલમ-370 અને 35-A નાબૂદ થયા બાદ પાકિસ્તાન આતંકી હુમલાના મનસૂબા ઘડી રહ્યું છે. ત્યારે આતંકી સંગઠનો દરિયાઈ માર્ગે ઘૂસી અંડર વોટર હુલમો કરવાની ફિરાકમાં હોવાથી ગુજરાત સહિત દેશભરના સમુદ્રકાંઠાના વિસ્તારોને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં કચ્છના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સેના દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

High alert

By

Published : Aug 30, 2019, 10:46 AM IST

આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ટીકા થતાં આતંકી હુમલાની ઘટનામાં વધારો થઈ શકે છે. ગુજરાતના બંદરો આતંકી હુમલાના નિશાન પર હોવાના ઈનપુટ બાદ કચ્છના બે મોટા બંદર કંડલા અને મુંદ્રા પર હાઈએસ્ટ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ અંગે મુંદ્રા પોર્ટનું સંચાલન કરતા અદાણી પોર્ટ તેમજ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા એક એટવાઈઝરી જાહેર કરી એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતના અન્ય બંદરો પર નાના-મોટા જહાજોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે.

સૌજન્ય ANI

ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારો પણ એલર્ટ કરાયા છે. ટૂંક સમયમાં જ ગણેશ ચતુર્થી હોવાથી મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવા સુધી એલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય રાજ્યોમાં બારેમાસ વિદેશી પર્યટકો મોટી સંખ્યામાં જોવા મળતા હોવાથી કટક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 1993માં મુંબઈની વિવિધ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કહેવાય છે કે, આ બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલો વિસ્ફોટક દુબઈથી વાયા ગુજરાતના પોરબંદર થઈ મુંબઈ પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details