- કાશ્મીરમાં હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એકશન મોડમાં
- કોસ્ટલ અને જમીની સરહદ પર સુરક્ષા વધારવામાં આવી
- 15મી ઓગસ્ટ સુધી બોર્ડર પર વધુ બન્દોબસ્ત તૈનાત
કચ્છ: જિલ્લાની ઇન્ડો- પાક બોર્ડર (indo-pak border) ઉપર હાઈએલર્ટ (High alert) ને પગલે રણ તેમજ ક્રિકમાં BSF દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં કાશ્મીરમાં બોર્ડર પરથી આવતા ડ્રોન (Drone) તેમજ આંતકી ઘટનાઓ અને ચીન સાથે લદ્દાખ સહિતની બોર્ડર ઉપર ચાલી રહેલા તંગ વાતાવરણ વચ્ચે બોર્ડર ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે. આ એક રૂટિન એલર્ટની પ્રક્રિયા છે. દર વખતે 15મી ઓગસ્ટ પહેલા આ પ્રકારનું એલર્ટ આપવામાં આવતું જ હોય છે.
આ પણ વાંચો: BSF આર્ટિલરીએ 2500 કિલોમીટરની યોજી સાઈકલ રેલી
સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી
ભૂતકાળમાં પણ કચ્છની દરિયાઈ અને જમીની સીમા (Marine and land boundary) માંથી આતંકીઓની ઘૂસણખોરીના બનાવો બની ચુક્યા છે. તો વર્તમાને પણ કચ્છની દરિયાઈ સીમા અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાના સીલસીલા જારી છે. તેની વચ્ચે કોઈ નાપાક ઘૂસણખોરી ન થાય અને દેશની સુરક્ષાને કયાંય આંચ ન આવે તે માટે સીમા સુરક્ષા દળ બોર્ડર પર એલર્ટ બની ગયું છે. સામાન્ય સંજોગોમાં પણ કચ્છની જમીની સીમા અને દરિયાઈ કાંઠાળ વિસ્તારમાં BSF, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા ચાંપતો બન્દોબસ્ત રહેતો હોય છે. તેવામાં 15મી ઓગસ્ટ નજીક છે અને કાશ્મીર પર થયેલા આતંકી હુમલાના નાકામ પ્રયાસ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં BSFના વધુ 32 જવાનો કોરોના સંક્રમિત થતા કુલ આંકડો 52 થયો, વેરિયન્ટની ચકાસણી માટે નમૂના મોકલાયા
આ એક રૂટિન એલર્ટની પ્રક્રિયા છે : ગુજરાત BSF મહાનિરિક્ષક
Etv Bharat સાથે ટેલીફોનિક વાતચીત કરતાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના IG જી.એસ.મલિકે જણાવ્યું હતુ કે, આગામી 15મી ઓગસ્ટ ની સુરક્ષાને લઇને ગુજરાત બોર્ડર ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. હેડક્વાર્ટર પર મિનિમમ સ્ટાફ રાખીને તમામને બોર્ડર પર મોકલવામાં આવ્યા છે. કોસ્ટલ એરિયા અને જમીની સરહદ પર સુરક્ષા વધારવામાં આવી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને સુરક્ષિત કરતી BSF દ્વારા આગામી 15મી ઓગસ્ટને લઇને એલર્ટ અપાયું છે.