- કચ્છની સરહદ પર 9મી એપ્રિલ 1965એ પાકિસ્તાને આક્રમણ કર્યું હતું
- દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી 4ને જીવતા પકડ્યા હતા
- 1965માં સરદાર પોસ્ટ યુદ્ધમાં શહીદ થયેલા છ CRPF જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
કચ્છ :ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા 1965ના યુદ્ધ વખતે કચ્છની સરહદ પર 1965ની 9મી એપ્રિલે કચ્છના રણની સરદાર પોસ્ટ ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે આક્રમણ કર્યું હતું. 9 એપ્રિલના આ યુદ્ધમાં જવાનોએ આખી રાત ચોકી બચાવી રાખી હતી. યુદ્ધમાં ભારતના છ જવાન શહીદ થયા હતા તો દુશ્મનના 34 સૈનિકોનો ખાતમો કરી દેવાયો હતો અને 4ને જીવતા પકડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : છત્તીસગઢ એટેક: સુરક્ષા દળો પર 400 નક્સલવાદીઓએ કર્યો હતો હુમલો
9મી એપ્રિલે વેલોર દિવસ એટલે કે CRPF વિજય દિવસ ઉજવવામાં આવ્યો
1965ના રણજંગની આ ઘટનાની યાદમાં દર વર્ષે 9મી એપ્રિલે વેલોર દિવસ એટલે કે CRPF વિજય દિવસ ઉજવવામાં આવે છે. શુક્રવારે સરદાર પોસ્ટ પાસે BSF અને CRPFના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં શૌર્ય દિવસ કચ્છ સરહદ સરદાર પોસ્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. 1965માં સરદાર પોસ્ટ યુદ્ધમાં શહીદ થયેલા છ CRPF જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.